________________
કાંતાદષ્ટિ: ષપદમીમાંસા, ડ્રદર્શનમીમાંસા
(૫૪૭ )
વિવેચન વળી નિત્ય મીમાંસાના સદૂભાવથી આ દષ્ટિમાં મોહ હેતો નથી. એથી કરીને તત્વના સમાવેશરૂપ કારણ થકી નિશ્ચય એને સદાય હિતેાદયજ હોય છે.
તવ મીમાંસા
આ દષ્ટિમાં સ્થિતિ કરતે સમ્યમ્ દષ્ટિ જ્ઞાની પુરુષ સમર્થ તત્વચિંતક-તત્વમીમાંસક હોય છે. એટલે નિરંતર સદ્દવિચારરૂપ મીમાંસાના-સૂક્ષમ તત્ત્વ–પર્યેષણાના હોવાપણાને લીધે અત્રે કોઈ પણ મોહનો સંભવ છેતો નથી. કારણકે જે તત્ત્વ સમજે છે, તે મોહ પામતો નથી. અને સમ્યગ દષ્ટિને દર્શન મેહ તો કયારનો ક્ષય થઈ ચૂકી છે, તથા યેગમાર્ગમાં આગળ વધતાં એને ચારિત્રમેહની પણ ઉત્તરોત્તર ક્ષીણતા થતી જાય છે, એટલે સર્વથા મેહનો અભાવ હોય છે. સમ્યગ દ્વષ્ટિ પુરુષ અનેક પ્રકારે તત્વને સૂક્ષમ વિચાર કરે છે. જેમકે
“શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે –(૧) પહેલું પદ
આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. સ્પદ મીમાંસા અમુક ગુણ હેવાને લીધે જેમ ઘટપટ આદિ હેવાનું પ્રમાણ છે, તેમ
સ્વપરપ્રકાશક એવી ચેતન્ય–સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આભા હોવાનું પ્રમાણ છે. (૨) બીજું પદ-આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવતિ છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મ સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈપણ સંગે અનુભવ થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન–સત્તા પ્રગટ થવા ગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હોય નહિં. (૩) ત્રીજું પદ-આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા
ગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આમાં દ્રવ્ય કર્મ કર્તા છે. ઉપચારથી ધર, નગર આદિનો કર્તા છે. (૪) ચોથું પદ-આત્મા ભકતા છે. જે જે કંઇ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શથી અગ્નિસ્પશ નું ફળ; હીમને સ્પર્શ કરવાથી હિમપર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org