________________
કાંતાકષિ ભવમાં સ્થિતિ, બહિરાત્મા-દેહમાં આત્મબુદ્ધિ
(૫૪૩) ત્યાંજ નિઃશંક સ્થિતિ કરે, ભદ્વિગ્ન તે જેમ;
ભેગઅંબાલે મહિયે, મેક્ષિપથે પણ તેમ. ૧૬૮ અર્થ –તે જેમ ત્યાંજ-માર્ગમાં, ભદ્વિગ્ન હોઈ, નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ મોક્ષમાર્ગ માં પણ ભેગજંબાલથી મોહિત એ તે સ્થિતિ કરે છે.
વિવેચન માયાજલમાં જેને જલને દઢ અભિનિવેશ છે, એ તે ભોગતત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભદ્વિગ્ન રહી, ત્યાં જ માર્ગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાર્ગમાં પણ ભેગના કારણરૂપ દેહાદિ પ્રપંચથી મોહિત એ તે નિ:સંશય “સ્થિતિ” કરે છે.
આને આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિને અભિનિવેશ છે, એવો ભેગતવ પુરુષ, આ જલ સાચું છે–ખરેખરૂં છે, એવા બાંધી લીધેલા પૂર્વગ્રહરૂપ
મિથ્યાભાવને લીધે, સંસારથી ઉદ્વેગ-દુ:ખ પામતો રહી, ત્યાં જ માર્ગ માં ભવમાં સ્થિતિ સ્થિતિ કરે છે, પણ આમાં કાંઈ સાર નથી એમ જાણું તે સંસાર
મોક્ષમાર્ગો સાગરને ઓળંગી જવા આગળ વધતો નથી, પુરુષાર્થ કરતો નથી, પણ સ્થિતિ” એટલે તે ભેગમાં જ સ્થિતિ કરે છે, ભેગમાં જ ર–પ રહે છે.
તેમજ ભેગકારણરૂપ દેહાદિ પ્રપંચથી મહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ “સ્થિતિ” કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંને ત્યાં અટકી રહે છે-ભા રહે છે, પડ્યો રહે છે, પણ આગળ વધતું નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાર્ગમાં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મોક્ષમાર્ગમાં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ સ્થિતિ” કરે છે. અર્થાત તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મોક્ષમાર્ગે આગળ વધતો નથી. તે આ પ્રકારે –
આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપ અજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પર પદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે.
અનાદિ કાળના અધ્યાસથી દેતાદિ પરવરતુમાં તેના આત્મબુદ્ધિ એટલી બહિરામા: બધી સજજડ થઈ ગઈ છે, એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઈ છે કે
દેહમાં “દેવાદિ તે જ હુ” એવી વિપર્યાય બુદ્ધિ-વિપરીત મતિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના દીર્ઘકાલના સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે!
આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરાભુખ એવો આ બહાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિયદ્વારોથી સકુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org