________________
થાગદષ્ટિસાય
આ દષ્ટિમાં વર્તતા ગીને તમોગંથિને વિભેદ થયે હેાય છે, એટલે તેને સમસ્ત સંસારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ ક્રીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદર પણાથી
ને અસ્થિરપણાથી તે બન્નેનું સમાન પણું છે. બાલક ધૂળના કૂબા (ઘર) બાલ ધૂલિ ઘર બનાવવાની રમત રમે છે. તે કૂબા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને ક્રીડા સમી હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હોય છે. તેમ સવ ભવચેષ્ટા આ સર્વ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર
છે, ક્ષણમાત્રમાં શીર્ણ વિશીર્ણ થઈ જાય એવી ક્ષણભંગુર છે. આમ એ બનેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવત્તી આદિની અદ્ધિ કે જે સંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્વથી જોતાં વિષમિશ્રિત અન્ન જેવી અસુંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં બળવાન, થઈને “ભારી ભૂપ' ઉપજ્યા હતા, “એ ચતુર ચકી ચાલિયા હોતા ન હતા હેઇને, હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગતમાં એટલા બધા ચક્રવર્તી થઈ ગયા છે, કે જ્યારે કોઈ નવો ચક્રવત્તી થાય છે, ત્યારે કિંકિણીરત્નથી 2ષભકૂટ પર્વત પર પિતાનું નામ ઉત્કીર્ણ કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાંખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે ! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઈ ગયા છે, તે આ પૃથ્વી કેઈ સાથે ગઈ નથી કે જવાની નથી. આમ આ જગતની સર્વોચ્ચ પદવીની પણ આ દશા છે, તે પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાની શી વાત કરવી ? (જુઓ પૃ. ૨૪-૨૫૦).
આમ બાલકના કૂબા જેમ સાવ તકલાદી ને ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સર્વે સંસારનો ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હોં ન હતું થઈ જાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તે બાલકના કૂબાની જેમ બાલજીને જ રુચે છે–ગમે છે, પણ તેવી બાલકની રમત રમવી જેમ મોટા માણસને ન રુચેન્ન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગ્રહકીડા પણ પંડિત જનને-જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું-આનંદ માનો તે લજજાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ વિચેષ્ટા તેને બાલધૂલિહક્રીડા જેવી લાગે છે, તેનું કારણ તેને તમોગ્રંથિને વિભેદ થયો છે, તે છે. આ તમોગ્રંથિના વિભેદથી તેને વેધસંઘપદરૂપ સમ્યગદર્શન પ્રગટયુ છે, તેથી તેને સંસારનું યથાર્થ દુઃખદ સ્વરૂપ સંવેદાય છે, માટે આ ગ્રંથિભેદનું તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગદર્શનનું સ્વરૂપ સંક્ષેપમાં જાણવું અત્ર પ્રસંગથી પ્રાપ્ત થાય છે –
ગ્રંથિભેદ આ પાંચમી સ્થિર દષ્ટિને પામેલા સમ્યગ્દષ્ટિ પુરુષને તમોગ્રંથિને એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org