________________
( ૪૯૨)
ગદષ્ટિસમુસ્થિય “ત્યાગીને સહુ પર પરિણતિરસ રીઝ જે, જાગી છે નિજ આતમ અનુભવ ઈષ્ટતા રે લે સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જે, જાલિમ એ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લો. ”
–શ્રી દેવચંદ્રજી ઈત્યાદિ પ્રકારે વિષયોમાંથી ઇદ્રિને પાછી ખેંચનારા આ સમ્યગ્દષ્ટિ જેગીજનને ભોગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય છે, પરમ વૈરાગ્ય જ વતે છે, કારણ કે...(૧)
જેનું મન મૂંગે અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને આવા જોગીને કેફિલનો કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નટીએ લલકારેલા ભેગ કેમ ગમે? પ્રિય સંગીતમાં જે રત થયા છે, તે કામિનીના કેમલ કરકંકણના
અવાજથી કેમ ઘણયમાન થાય? (૨) અવિનાશી ને નિસર્ગ–નિર્મલ એવા સ્વરૂપને જે દેખે છે, તે યોગીપુરુષને નાશવંત ને શુક-શેણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે? (૩) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી-ચંદનાદિ સુગંધી દ્રવ્યથી કેમ આનંદ ઉપજે ? કારણ કે બીજી સુધી તો ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીર્ઘ ઊડી જાય છે, પણ શીલસૌરભ તે લાંબો વખત ઉપયોગમાં આવે છે અને તેને વિભાવરૂપ વાયરો હરી શકતું નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમા શાંત રસમાં મગ્ન થયું છે, તે યોગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસોથી કેમ રીએ? જે મધુર રસને ચાખતાં રસલપીની રસનામાંથી રસ પડે છે–જીભમાં પાછું છુટે છે, તે રસને ભયંકર વિપાક ચિંતવતાં આ વિરક્તજનોની આંખમાંથી પાણી પડે છે- અાંસુ આવે છે. (૫) જ્યાં ગુણપુx બીછાવેલા છે એવી નિમલ સુવિકપરૂપ તળાઈમાં જે ધૃતિ-પત્નીને આલિંગીને સૂતા છે, તે સમદષ્ટિજનો બાહ્ય સ્પર્શમાં કેમ રત થાય? આમ આ લોકના વિષયો આ વિરક્તચિત સમ્યગૃહણિ જનેને આનંદદાયી થતા નથી. અરે ! આ મહાનુભાવે પરમાનંદરસનું પાન કરીને ધીંગાધડબા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તેઓ પરલોક સુખમાં પણ નિ:સ્પૃહ હોય છે !
ધર્મયતના આવા વિવેકી ધીર ને વિષયવિરત સમ્યગદષ્ટિ મહાજન ધર્મ બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. આત્મધર્મમાં જેમ બાધા ન ઉપજે તેમ પ્રવર્તવા તેઓ સતત યત્નશીલ રહે છે, અર્થાત જેમ બને તેમ આત્મપરિણતિમાં વર્તવા પ્રયાસ કરે છે, પરભાવમાંથી
x " इह ये गुणपुष्पपूरिते, धृतिपत्नीमुपगुह्य शेरते ।
વિમણે પુવિહતર, વહિં કરતા મવંતુ તે છે तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम्।
परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदरलालसा अमी ॥" (ઈત્યાદિ આધારરૂપ હૃદયંગમ વર્ણન માટે જુઓ) અધ્યાત્મસાર વૈરાગ્ય અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org