________________
( ૫૨૪)
ગદરિસમુચ્ચય સમ્યફ આચારવિશુદ્ધિઅને આવા શુદ્ધ ધર્મની સિદ્ધિના મહિમાથી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે, અથૉત્ જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચારની યોક્ત વિશુદ્ધિ થાય છે. એટલે (૧) “જ્ઞાનચરણાર્થે આ યોગી પુરુષ સ્વાધ્યાય કાલ અવલોકે છે, અનેક પ્રકારે વિનય પ્રપંચે છે, દદ્ધર ઉપધાન વિધિપૂર્વક આદરે છે, સારી પેઠે બહુમાન વિસ્તારે છે, નિતંબ દેષાપત્તિ અત્યંત નિવારે છે, અર્થ—વ્યંજન અને તદુભય શુદ્ધિમાં નિતાંત સાવધાન રહે છે. (૨) દશનચરણુંથે પ્રશમરસનિમગ્ન, દઢ સંવેગરંગી, પરમ વૈરાગ્યસંપન્ન, અનુકંપાપરાયણ અને આસ્તિકયવંત એવા તેઓ શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢણિતાને ઊઠતાં વેંત જ દાબી દેવા માટે નિત્ય બદ્ધપરિકર-ભેઠ બાંધીને તૈયાર રહે છે; અને ઉપખંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય, તથા પ્રભાવનાને ભાવતાં વારંવાર ઉત્સાહની અભિવૃદ્ધિ કરે છે. (૩) ચારિત્રચરણાર્થે હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહથી સમસ્ત વિરતિરૂપ પંચ મહાવ્રતમાં તેઓ તન્નિષ્ઠવૃત્તિવાળા હોય છે; સમ્યગૂ યોગનિગ્રહરૂપ લક્ષણવાળા ગુતિઓમાં અત્યંત ઉઘોગી હોય છે; ઈર્યા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં અત્યંત પ્રયત્નશીલ રહે છે. (૪) તપ આચરણ તેઓ અનશન, અવોદયે, વૃત્તિ પરિસંખ્યાન, રસારિત્યાગ અને વિવિક્ત શય્યાસનમાં પ્રતિક્ષણે ઉત્સાહ ધરાવે છે; પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધયાનપરિકરથી તેઓ પોતાના અંતઃકરણને અંકુશમાં લાવે છે. (૫) વીર્યચરણાર્થે તેઓ કર્મકાંડમાં સર્વશક્તિથી વ્યાપૃત થાય છે. ”-આમ કંઈ પણ અતિચાર દેષ ન લાગે એમ તેઓ પંચાચારનું આદર્શ પરિપાલન કરે છે. આવું તેઓનું નિરતિચાર ભાવ અનુષ્ઠાન, સતક્રિયાચરણ હોય છે.
માભિમુખ થયેલા સમ્યગૃષ્ટિ જીવોને એ આચરણે પરમ કલ્યાણના હેતુરૂપ છે. માટે તેઓએ તે અવશ્ય આચરવા ઘટે છે, આચરવાનો ખંતથી પ્રયાસ કરવો ઘટે છે. અભ્યાસ કરી વિશુદ્ધ આચરણ થશે. અહા ! કેવા અનુપમ આચાર!” ( આ પંચાચારનું હૃદયંગમ સ્પષ્ટ સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે જુઓ)--શ્રી મનસુખભાઈ કીરચંદકૃત
દાનધર્મ–પંચાચાર જ્ઞાનને અનુસરતી-અનુકૂળ જે સત્ ક્રિયા તેનું નામ “અનુષ્ઠાન” છે. એટલે આ સમ્યગદષ્ટિ પુરુષને જે આત્મજ્ઞાન ઉપર્યું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ-છાજે એવી આત્માનું ચરણરૂપ ભાવકિયા કરવાને-સચ્ચારિત્ર પાળવાને આ યોગી પુરુષ સતત પ્રયત્નપૂર્વક પરમ પુરુષાર્થ કરે છે. આ સાચા સાધુપુરુષના વંદનાદિ અનુષ્ઠાન ઉત્તમ ભાવવાળા હોય છે.
+ “જ્ઞાનવરબાર વાગ્યા વાઢમઢોસ્તો , વહુધા વિનā vપશ્ચાત્તો” – ઈત્યાદિ આધારરૂપ પરમસુંદર વર્ણન માટે જુઓ) – શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પંચાસ્તિકાય ટીકા, ગા. ૧૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org