________________
કાંતાદષ્ટિ: આવા જ્ઞાની અપવાદરૂપ-બીજાનું ગજું નથી.
(૫૩૫ )
સોહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તો દુષ્કર દુષ્કર ને દહલી છે. ચેખા ઓરડામાં ડાઘ ન લાગે એ દેખીતું છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણ ડાઘ ન લાગવા દે, એ કાંઈ જેવા તેવા પુરુષાર્થ કોશલ્યનું કામ નથી. પણ પુન: કહેવાનું કે આવા અપવાદરૂપ પરમ ચેગીઓ તો કોઈક વિરલા જ હોય છે. આનું જવલંત ઉદાહરણ વર્તમાનમાં પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનચરિત્રમાંથી મળી આવે છે. અનિછતાં છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી પરાણે સંસારઉપાધિ મળે રહીને પણ, તેમણે કેવી અખંડ આત્મસમાધિદશા જાળવી છે, તે તેમના વચના મૃતમાં ડેકિયું કરતાં કોઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દર્શનીઓમાં પણ જનક વિદેહી-શ્રી કૃષ્ણ આદિના દષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુર્ઘટ કાર્ય તો કોઈ વિશિષ્ટ સામર્થ્યના સ્વામી એવા સિદ્ધહસ્ત-ગારૂઢ પુરુષો જ કરી શકે. બાકી બીજા સામાન્ય
પ્રાકૃત જનો, કે સામાન્ય કેટિના ગિજનો, કે ગપ્રારંભક આરોહક બીજાનું ગજુ સાધકે, તેનું જે આંધળું અનુકરણ કરવા જવાની ધૃષ્ટતા કરે, તે નથી તેનું તે અધ:પતન થવાનું જ નિર્માણ થયેલું છે, કારણ કે તેમ કરવાનું
તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સંસાર પ્રસંગમાં રહી કેવળ અસંગ રહેવાનો અખતરો સામાન્ય પ્રાકૃત અને અજમાવવા જાય, તો તે પ્રાયે નિષ્ફળ થવાને જ સાચે છે, એટલું જ નહિં પણ તેને ઉલટો મહાઅનર્થકારક થઈ પડવાનો પ્રત્યેક સંભવ છે. હાલમાં સ્વછંદ મતિક૯પનાએ અધ્યાત્મશાસ્ત્રો વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત યોગની દાંભિક વાતો કરનારા અને ખોટો ફાંકો રાખનારા ઘણુ જનો દષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવો ક્ષણભર જે પોતાને દંભ અને ફોકો છોડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તો તેઓને આ ઉપરથી ઘણો ઘડો લેવાનું પ્રાપ્ત થાય એમ છે. કારણ કે છઠ્ઠી દષ્ટિ જેટલી ઉંચી પરિપકવ ગદશાને પામેલા જ્ઞાનાક્ષેપકવંત
ગવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યોગ્યતાવિહીન જન કેમ કરી શકે ? જેને હજુ એકડે પણ આવડતો નથી એ બાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારંગત પંડિતને કેમ પહોંચી શકે ? મોટા માણસના જેડામાં જેમ હાનાને પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્ય નજ કરી શકે, અને ગ્યતા વિના કરવા જાય તો ઉલટું અહિતકારકજ થઈ પડે. શ્રી નરસિહ મહેતાને કહેવું પડયું છે કે:--
અમારૂં ગાયું ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે;
જે સમજીને ગાશે, તે વહેલે વૈકુંઠ જાશે.” માટે સાંકડી કેડી-એસ્પદીમાંથી તે કોઈ વિરલ મનુષ્યજ જઈ શકે છે ને રાજમાર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org