________________
(૫૩૬)
યોગદરિસમુચ્ચય તે સહુ કોઈ જઈ શકે છે, એમ જાણી, ભેગ મળે પણ નિલેપ રહેવારૂપ એકપદી પર ચાલવાનું દુર્ઘટ કાર્ય કોઈ વિશિષ્ટ જ્ઞાની વિશેષને માટે રહેવા દઈ, ઈતર જનોએ તો વિષયત્યાગરૂપ રાજમાર્ગે જ ચાલવામાં પિતાનું ધ્યાન કેન્દ્રિત કરવા ગ્ય છે, એ જ અત્ર તાત્પર્ય છે. (જુઓ, અધ્યાત્મસાર ).
એટલે જ્ઞાની પુરુષોના અધ્યાત્મ વચનો વાંચી પોતાની તથારૂપ આત્મદશા થયા વિના, પિતાની તેવી દશા કપી લઈ, જે શુષ્ક જ્ઞાનીઓ સંસારમાં રહીને ભેગ ભેગવતાં
છતાં નિષ્કામપણું ભજવાનો ખોટે ડાળ-દંભ કરે છે, તે અજ્ઞાનીઓ દંભી અજ્ઞાનીને ખરેખર ! આત્મવંચના જ કરે છે, અને ગ-અધ્યાત્મની હાસી–વિડંકરુણ ફેજ ! બના જ માત્ર કરે છે! કારણ કે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને
નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિં પણ તેનું ઘર અધ:પતન કરે છે. માટે ખરેખર જે નિષ્કામ પણું ભજવું જ હોય તો તેવા બાહ્ય નિમિત્ત પ્રસંગને પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. સંસાર પ્રસંગમાં પણ અસંગ રહી નિકામવૃત્તિ અખંડપણે જાળવનારા પરમ પુરુષ તે અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક બેગ પ્રસંગનો જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાર્ગ છે. આ અનાસક્ત ચોગ તે કેઈક વિરલા પરમ ચાગસિદ્ધ પુરુષે જ સાધી શકે છે. બાકી તથારૂપ ગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તે બિચારા ખરા જ ખાય છે, વ્યામોહ ઉપજાવનારા બાહા નિમિત્તે તેને સસ્વરૂપથી ભ્રષ્ટ કરે છે–પાડી નાંખે છે, અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે યોગીને બદલે “ભગી બને છે! એટલા માટે જ જ્ઞાની પુરુષોએ વિષયલેગ સાધનને પતનસ્થાન જાણી બાહ્ય સંગને પણ સર્વથા નિષેધ કર્યો છે, તે સહેતુક છે. પરમાણુ માત્ર પણ પરવસ્તુનો લેશ પણ સંગ કરવા ગ્ય નથી, એ એમને નિરંતર ઉપદેશ છે. અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યોગ સાધવા પ્રવર્તવાની ચેષ્ટા કરનારને ચેતવણીરૂપ “લાલબત્તી તેઓએ આગળ ધરી છે. જેમકે –
હે જ્ઞાની ! કદી પણ કંઈ કર્મ× કરવું ઉચિત નથી. તથાપિ જે તું એમ કહે કે હું તો ભેગવું છું, પણ પરદ્રવ્ય કરી મહારું નથી,’ તો અરે ! તું દુર્ભક્ત જ છે, અર્થાત જે હારૂં નથી તે તું ભગવે છે, એટલે તું દુષ્ટ ભેગ ભેરવનાર છે. અને જે તું કહે કે “ ઉપભેગથી બંધ નથી, કારણ કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ નથી એમ x “ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते,
भुक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंधः स्यादुपभोगतो यदि न तत्कि कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाधुवम् ॥”
-શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી સમયસારકલશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org