________________
(પ૨૮)
થાગદષ્ટિસમુચ્ચય વર્ત છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રી પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવ્યું છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીને પ્રેમ એ કેઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેનો નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે નેહ એવો પ્રધાન-પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાન પણ દર્શાવવા તે દષ્ટાંતને બહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે નેહને એટલા માટે. અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણીએ છીએ, કે બીજાં બધાં ઘર સંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં, તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વસે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસારપ્રત્યયી છે. અને અન્ન તે તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સનેહ લીનપણે. પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છાપણે, જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. તે નેહ તો પતિવૃત્તારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા ચોગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ.
એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે. તે પદ તે ભક્તિ પ્રધાન છે. * * * ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમ પણે વિલય થાય છે, એ પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અ૯પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે પણ દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અપ એવું જ્ઞાન અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા અર્થ પ્રત્યે, સ્વછંદાદિ દેષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિષે તો ઘણું કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા ગ્ય છે, એ નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. ( અમને એમ લાગે છે, અને એમ જ છે). ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૦
વળી “તેમ કૃતધર્મે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે” એ પદ પર પુનઃ પરમ પરમાર્થમય તલસ્પર્શી વિવેચન કરતાં તેઓશ્રી–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે
વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોને છે. અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દ્રષ્ટાંત ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પાયે મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેને કલેશાદિ ભાવ રહિત એ કામ્ય પ્રેમ સ્ત્રીને, તે જ પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org