________________
કાંતાદષ્ટિ : તારા સમ પ્રકાશ-સૂક્ષ્મબોધાદિ, ધારણ
(૫૧૫ ) ચેગ ને તેના મર્મરૂપ રહસ્યને સમ્યગૃષ્ટિ પુરુષ તત્વથી સમ્યફપણે જાણે છે. તેની
શ્રત-અનુભવની દશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસૂક્ષ્મ બોધ સ્વરૂપને અવભાસ થાય છે. સ્વ-પર ભાવનો પરમ વિવેક કરવારૂપ
સક્ષમ બોધ અત્રે અધિક બળવત્તર હોય છે, અત્યંત થિર હોય છે. હું દેહાદિથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું, એવું પ્રગટ ભેદ જ્ઞાન અત્ર અત્યંત દઢ ભાવનાવાળું હોય છે. એટલે તે સમ્યગદષ્ટિ પુરુષ ભાવે છે કે-“ચેતન્ય શક્તિમાં જેનો સર્વસવ સાર વ્યાપ્ત છે એ આ આત્મા આટલે જ છે, એનાથી અતિરિક્ત ( જૂદા) આ સંય ભાવ પોગલિક છે. આ અનાદિ અવિવેકરૂપ મહાનાટ્યમાં વણું દમામ્ પુદગલ જ નાચે છે–અન્ય નહિં; અને આ જીવ તે રાગાદિ પુદગલ-વિકારથી વિરુદ્ધ એવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિરૂપ છે –એવી દઢ આત્મભાવનાને લીધે “ચતન્યથી રિક્તખાલી એવું બધુંય એકદમ છોડી દઈ, અત્યંત સ્કુટ એવા ચિતશક્તિ માત્ર આત્માને અવગાહીને તેઓ વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત પરમાત્મસ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.”-- આવો સૂક્ષ્મ બોધ હોવાથી સમ્યગૃષ્ટિને કયારનીયે મિથ્યાત્વજન્ય બ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણ કે અનાત્મ એવી પર વસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય બ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યકત્વ અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે, અને એ જ શાંતિ છે. ૫ર વસ્તુમાં આત્મબ્રાંતિ એ જ જીવનો મોટામાં મોટો રોગ છે, અને તે આત્મબ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિરૂપ અનંત દુઃખ ઉપજે છે. સન્ દષ્ટિ જ્ઞાની પુરુષને તે આ આત્મશ્રાંતિરૂપ મહારોગ સર્વથા દૂર થાય છે, એટલે તેઓ સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઈ, સ્વરૂ પિકનિક બની પરમ આત્મશાંતિ અનુભવે છે.
આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હોવાથી, અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સવરૂપવિશ્રાંતિય પરમ શાંતિ મળી હોવાથી, આ જ્ઞાની સમ્યગૃહણિ પુરુષ
પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લે છે–પ્રત્યાહત કરે છે. એટલે તે પ્રત્યાહાર પર પરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી
મોહમૃછિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે. પિછાશવશ્વના વીર જવાન પૂરતોતિરિ સર્વોત્તમ ઊંૌઢા અમીu
" अस्मिन्ननादीनि महत्यविवेकनाट्ये, वर्णादिमान्नटति पुद्गल एव नान्यः ।
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-चैतन्यधातुमयमूर्तिरयं तु जीवः ॥ सकलमपि विहायाताय चिच्छक्तिरितम्, स्फुटतरमवगाह्य स्वं च विच्छक्तिमात्रम् । इममुपरि तरन्तं चारु विश्वस्य साक्षात्, कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥"
શ્રી સમયસાર કલશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org