________________
( ૫૧૮ )
યાગષ્ટિસમુરાય
જલંધરના જલની પ્રતીક્ષા કરતા હાય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ ? શીતલ છાયાપ્રદ ને મારો નમ્ર એવા આમ્રની જરી મજરી પામી જે મધુર ટહૂકા કરતી હાય, તે કૈાકિલને ફૂલ રહિત ઉંછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે ? કમલિની દિનકરના કર વિના બીજાના કર કૅમ ગ્રહે ? કુમુદિની ચંદ્ર શિવાય બીજાની પ્રીતિ કેમ કરે? ગોરી ગિરીશ વિના ને લક્ષ્મી ગિરિધર વિના પેાતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે ? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્ત્વ શિવાય અન્યત્ર પ્રીતિ કેમ ધરું? ( જુએ પૃ. ૩૮૧-૩૮૨ ) આમ આ પરમ આત્મતત્ત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું-એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયના પ્રતિભાસ પણ થતા નથી ! સભ્યષ્ટિ સત્પુરુષાતુ ચિત્ત સ્ત્રરૂપ-વદેશમાં એટલુ બધુ રાકાયેલુ રહે છે કે તે આડે બીજે કયાંય શુ બની રહ્યું છે, તેનું પણું તે પરમ સંત અવધૂતને ભાન રહેતું નથી !–આવા પરમ અદ્દભુત અનન્યમુદ્ ભાવનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનાગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે—
“ રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એજ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ માંસ અને તેની મજાને એક જ એ જ રંગનુ રંગન છે. એક રામ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંધવુ' ગમતું, નથી કાંઇ સાંભળવું ગમતું, નથી કાંઈ ચાખવું ગમતું, કે નથી કઈ સ્પવું ગમતું, નથી ખેલવું ગમતું કે નથી મોન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવુ ગમતુ કે નથી ભૂખ્યું ગમતું, નથી અસંગ ગમતા કે નથી સંગ ગમતા, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી; એમ છે, ઇત્યાદિ ’ (જુએ ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૦,
ખરેખરા જ્ઞાની સભ્યષ્ટિ સત્પુરુષને અનન્યમુદ્ભાવ આવી પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલા વર્તે છે, તેનુ આ દિગ્દર્શન માત્ર છે. આમ આ છઠ્ઠી દૃષ્ટિમાં અન્યમુદ્ નામના ઠ્ઠો ચિત્તદોષ નષ્ટ થાય છે. આત્મતત્ત્વ કરતાં અન્ય સ્થળે આન–મા પામવેા ત અન્યમુદ્ અથવા આમ માંડેલી ચૈાક્રિયા અવગણીને બીજે ઠામે ઠુ ધરવા, તે પરમાર્થીરૂપ ઇષ્ટ કાર્યોંમાં ગારાના વરસાદ જેવા છે. ( જુએ પૃ. ૮૬ )
મીમાંસા–
તથા આ છઠ્ઠી સૃષ્ટિમાં મીમાંસા નામને છઠ્ઠો ગુણ પ્રગટે છે. પાંચમી ષ્ટિમાં સૂક્ષ્મખાધ નામના ગુણુ પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે મીમાંસા ગુણુ ઉપજવા જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org