________________
કાંતાદષ્ટિ ! ધર્મનો મર્મ–વિભાવ તે કર્મ, સ્વભાવ તે ધર્મ
(૫૧) ધર્મને મહિમા કોઈ અપૂર્વ છે. આ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવા ગ્ય છે. અત્રે “ધર્મ એટલે સનાતન–શાશ્વત એ આત્મધર્મ સમજવો. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું નામ જ જિન” અર્થાત વિતરાગ પ્રભુ છે, અને એવા તે જિનનો અર્થાત શુદ્ધ આત્માને ધમ તે જ જિનધર્મ છે, અને તેનાથી અન્ય તે કર્મ છે. તે કર્મને જે કા-કાપે તે જિનવચન છે. આમ તત્વજ્ઞાનીઓને મર્મ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હેઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. આવા આતમભાવમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તેનું નામ “ધર્મ” છે, અને તે જ વાસ્તવિક એવો વસ્તુ ધર્મ છે. કારણ કે જ્ઞાનદર્શન-ચારિત્રાદિ આત્માના સ્વભાવભૂત ગુણ છે, અથવા તે જેમાં અંતર્ભાવ પામે છે એવો શુદ્ધ એક ટકેલ્કીર્ણ જ્ઞાયક ભાવ એ જ આત્માને સ્વભાવ છે, તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તે આત્મ વસ્તુને ધર્મ છે. “વધુણાવ ઘ” વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. આમ નિર્મલ જ્ઞાન દર્શનમય આત્મસ્વભાવમાં વર્તવું તે જ ધર્મ છે. પણ ધર્મના આ વાસ્તવિક સ્વરૂપનું જગતને ભાન નથી. “ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે” આખું જગત “ધર્મ” “ધર્મ” કરતું ફરે છે, પણ તેને ધર્મના મર્મની ખબર નથી. નહિં તે આ ધર્મ જિનેશ્વરનું ચરણ બ્રહ્યા પછી કઈ કમ બાંધે જ નહિં,-એમ મહાગીતાર્થ મહાત્મા આનંદઘનજી ગાઈ ગયા છે.
લોકો પારકે ઘેર ધર્મ શોધતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે જોતા નથી ! આ તે તેઓ કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે! કસ્તુરી મૃગની નાભિમાં
વાસ છે, છતાં તે મૃગને તેનો પરિમલ કયાંથી આવે છે કસ્તુરી મૃગનું તેનું ભાન નથી. એટલે તે બિચારો તેની શોધમાં હાર તરફ દષ્ટાંત ભમ્યા કરે છે ! તેમ આ ધર્મ તો પિતાના આત્માની અંદર જ રહ્યો છે,
કાંઈ ગામ ગયે નથી, છતાં અહીંથી મળશે કે તહીંથી મળશે એવી ખોટી આશાએ અજ્ઞાન લોક તેને હૂંઢવા માટે ચારેકોર ઝાંવા નાંખી નકામા હેરાન થાય છે, ને નિષ્ફળ ખેદ ધરે છે. પિતાના મુખની આગળ જ જે પરમ નિધાન પ્રગટ ખુલ્લો પડ્યો છે, તેને ઉલંઘી જઈને, તેઓ તેની શોધમાં બહાર નીકળી પડે છે ! ! (જુઓ પૃ. ૪૮૦).
“પ૨ ઘરે જોતાં રે ધર્મ તમે ફરો, નિજ ઘર ન લહે રે ધર્મ જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરી એ, મૃગમદ પરિમલ મર્મ.
શ્રી સીમંધર સાહેબ સાંભળે. ” -શ્રી યશોવિજયજી કૃત સ. ગા. સ્ત,
આમ આ ધર્મ તો પોતાના આત્મામાં જ રહ્યો છે, અથવા આ આત્મા પોતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org