________________
( ૪૦ )
ગદહિસમુચ) વિવિક્ત આત્માને તે સર્વથી રહિત એ આ એક શાશ્વત લેક છે. એવા આ કેવલ ચૈતન્ય લોકોને એકાકી સ્વયમેવ જે અનુભવે છે, અને આ અપર લોક કે પર લોક હારો નથી એમ જે ચિંતવે છે, તેને તે ઈહલેકભીતિ કે પરોક્લીતિ કયાંથી હોય? આમ સતત નિઃશંક એવો જ્ઞાની તો સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. (૩) નિભેદપણે ઉદિત-ઉદય પામેલા એવા વેદ્ય-વેદકના બલથી એક અચલ એવું જ્ઞાન સદા અનાકુલ નથી જે સ્વયં વેદાય છે, તે આ એકજ વેદના છે, બીજી આવી પડેલી વેદના હોયજ નહિં, તેથી જ્ઞાનીને તે વેદનાભીતિ કયાંથી હોય? (૪) જે “સત્ ” છે તે નિશ્ચય નાશ પામતું નથી, એવી પ્રગટ વસ્તુ સ્થિતિ છે અને જ્ઞાન સ્વયમેવ સત્ છે, તો પછી એનું બીજાઓથી શું ત્રાણ કરાયું છે? એટલા માટે એનું અત્રાણ એવું કંઈ નથી, તો પછી તે અગાણું ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? (૫) “સ્વ રૂપ” એજ ખરેખર ! વસતુની પરમ ગુપ્તિ છે, કારણ કે સ્વરૂપમાં કોઈ પણ બીજો પ્રવેશવા શક્તા નથી, અને અકૃત-અકૃત્રિમ એવું સહજ જ્ઞાનજ સ્વરૂપ છે. એટલે પછી એની અગુપ્તિ કઈ હોય નહિં. તેથી અગુપ્તિ ભીતિ જ્ઞાનીને કયાંથી હોય? (૬) પ્રાણના ઉછેદને મરણ કહે છે, અને આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. તે સ્વયમેવ શાશ્વતતાએ કરીને કદી પણ ઉએ દાતું નથી, એથી કરીને તેનું મરણ કંઈ હોય નહિં, તે પછી જ્ઞાનીને મૃત્યુભીતિ ક્યાંથી હોય? (૭) એક એવું જ્ઞાન અનાદિઅનંત ને અચલ છે, અને એ ખરેખર ! સ્વત:સિદ્ધ છે. ગમે ત્યાં આ સદૈવ જ છે, અને બીજાનો-દ્વિતીયનો ઉદય નથી. તેથી આકસ્મિક એવું કાંઈ અત્રે હાય નહિં. તે આકસ્મિક ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય? સતત નિ:શંક એ જ્ઞાની તે રવયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. – આમ ઈહલોકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવો સમ્યગદષ્ટિ જ્ઞાની તો સદા પરમ નિર્ભય, પરમ નિ:શંક જ હોય છે. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે !
પ્રત્યાહાર, પપરિણામિકતા છે, જે તુજ પુગલ ભેગ હે મિત્ત જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભેગ હે મિત! ”શ્રી દેવચંદ્રજી.
સમગ્ગદષ્ટિ પુરુષ આવા વિવેકી ને ધીર હોય છે, તેટલા માટે જ તેઓ પ્રત્યાહારમાં તત્પર બને છે, અર્થાત વિષયવિકારમાં ઇદ્રિય જોડતા નથી, વિષયવિકારમાંથી ઇન્દ્રિયને
પ્રત્યાહુત કરે છે–પાછી ખેંચી લે છે, પરભાવમાંથી આત્માને પાછો સકળ જગત્ વાળી ચિત્તસ્વરૂપને અનુકારી કરે છે, પર પરિણતિને વમી આત્મતે એઠવ” પરિણતિમાં રમે છે. તેઓ પોતાના આત્માને સંબોધીને કહે છે કે-હે
આત્મન્ ! હે મિત્ર! જે તું પુદગલગ કરે છે, તે પરપરિતિપણું છે, * " सम्मदिठ्ठी जीवा णिस्संका होंति निब्भया तेण।
સામવિશ્વમુક્ય રહા તદ્દા ટુ ળિરહેવા ”– શ્રી સમયસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org