________________
રિદિઃ ધર્મજન્ય ભેગ પણ અનિચંદનઅગ્નિવત
(૫૫)
અત્યંત ખેદ વર્તતું હતું, અને મહામુનિવરોને પણ દુર્લભ એવી પરમ ઉદાસીન અદ્દભુત વૈરાગ્યમય ભાવનિથદશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વર્તતી હતી, અખંડ આત્મસમાધિ અનુભવાતી હતી,-એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિપક્ષપાત અવલોકનારને પદે પદે સુપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional -Extraordinary) જલકમલવત નિલેષ મહાનુભાવ સમ્યગૃહણિ મહાત્માઓ વિરલ જ હોય છે, અતિ અતિ અલ્પ હોય છે. ત્રિકાળ વૈરાગ્યવંત તેમના ચિત્તસમુદ્રનો તાગ લેવાનું કે અનુકરણ કરવાનું બીજાનું ગજું નથી, તેમ કરવા જતાં બીજા પ્રાકૃત જનો તે ખરા જ ખાય! આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું જ મનનીય વચનામૃત છે કે –
વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂછ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિમૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયે ભેગાથો નાશ થાય; પણ જે જ્ઞાનદશા ન હોય તે વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે અને તેથી પરાજિત થવાને બદલે વિષય વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષે વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જે પ્રવર્તાવા જાય તે જ્ઞાનને પણ આવરણ આવવા લાગ્યા છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભેગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જી વૈરાગ્યના ઉદ્દભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ તે પ્રસંગને માંડ માંડ જીતી શકયા છે, તે જેની માત્ર વિચારદશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯
આમ સામાન્યપણે ધર્મ જનિત ભેગ પણ અનર્થરૂપ થઈ પડે છે એ નિયમ છે, છતાં સમ્યગૂઢષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી પણ તે એ અપવાદ છે. અત્રે ચંદનનું
દષ્ટાંત ઘટે છે. ચંદન જે કે સ્વભાવથી શીતલ જ છે, છતાં ચંદનને ચંદનને અગ્નિ અગ્નિ વનને બાળે જ છે, કારણ કે તે તેને સ્વભાવ છે. તેમ ધર્મ પણ બાળે પણ સ્વભાવે શીતલ-શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભેગ પણ અંતર દાહ
ઉપજાવે જ છે. કવચિત અપવાદે ચંદનને અગ્નિ મંત્રથી સંસ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડત. તેમ કેઈ અપવાદરૂપ તીર્થકરાદિ સમણિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધર્માનિત ભેગ અનર્થહેતુ નથી પણ થતું. કારણ કે તેવા ભાવિતાત્મા તે આત્મ-વિધાધર પુરુષોએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યું હોય છે, એટલે તેમને ભેગનું ઝેર ચડતું નથી ! બીજા અજ્ઞાની જનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org