________________
( ૪૯૬ )
થો દિસમુચ્ચય દુઃખ જ છે, તે પછી જેનાથી પાછળ દુઃખ છે એવા પાપસખા ભેગથી સુખ કેમ થાય? શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકેલ્કીર્ણ અમૃત વચન છે કે –
પરવતુમાં નહિં મુંઝ, એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિં. ” –શ્રી મેક્ષમાળા
સવ પ્રકારનો ભેગવિસ્તર પાપમય જ છે. કારણ કે તેની ઉત્પત્તિમાં, તેની પ્રાપ્તિમાં, અને તેના ઉપગમાં સર્વત્ર પાપ, પાપ ને પાપ જ છે: (૧) સર્વ પ્રકારના
વિષયભેગની ઉત્પત્તિ ના ઉપઘાત-હિંસા વિના થઈ શકતી નથી. હિંસાદિ પાપ- કામગની ઉત્પત્તિ માટે આરંભ-પરિગ્રહ સેવવા પડે છે, કારણ કે મય ભોગ પંચ વિષયની કઈ પણ સામગ્રી આરંભ–પરિગ્રહ વિના ઉપજતી નથી.
પશે દ્રિયનો વિષય છે કે રસનેંદ્રિયનો વિષય તો, ગ્રાદ્રિયનો વિષય હો કે ચક્ષુરિન્દ્રિયને વિષય , શ્રોત્રંદ્રિયનો વિષય છે કે અન્ય કોઈ વિષય હ, પણ કોઈ પણ ભેગ્ય વસ્તુ પ્રાણીઓના ઉપમÉ–ઉપઘાત વિના ઉપજતી નથી. આ માટે ખાનપાનનો એક દાખલો જ બસ છે. આ બે ઈંચની જીભડીને રાજી રાખવા ખાતર જગતમાં કેટલી બધી હિંસા થાય છે? રસનેંદ્રિયના રસને સંતોષવા માટે કેટલા બધા મુંગા નિદોષ જીવોને ઘાત કરાય છે? માંસાહારીઓના ક્ષણિક સંવાદની ખાતર રાજ લાખો-કરોડો પ્રાણીઓની કતલ આ સુધરેલું કહેવાતું જગત કરી રહ્યું છે ! મદિરા આદિની બનાવટમાં પણ તેવી જ ભયંકર હિંસા થાય છે, છતાં તેનું હસે હસે પાન કરી ઉમર લેક મોહમદિરામાં મસ્ત બની પોતાને સંસ્કારી (Civilised) માનતાં શરમાતા નથી ! તે જ પ્રકારે રેશમી વગેરે મુલાયમ વસ્ત્રો માટે, કોશેટાના કીડાની કેટલી કારમી હિંસા કરવામાં આવે છે, તે તે તેની વિધિ જાણનારા સહુ કોઈ જાણે છે. ઊન–ચામડા વગેરેની વસ્તુઓ માટે, પીંછાવાળો–રૂંછાવાળી ટોપીઓ માટે, ફેટ હંટ (મર્કટ-મુકુટ!) સાહેબ ટોપી વગેરે માટે હજારો-બકકે લાખ પ્રાણુઓના ઘાતકીપણે બલિદાન લેવાય છે, ત્યારે અંગ પરિધાન કરી આ બેશરમ માનવ–પશુ પિતાની વિકૃત વિરૂપતા–બેડોળપણું ઢાંકે છે, અને તેમ કરી પોતે કેવું રૂડું રૂપાળું દીસે છે એમ અરિસામાં મોટું જોઈ મલકાય છે! પણ તે બાપડાને ખબર નથી કે–
“મુખડા કયા દેખે દરપનમેં, દયા ધરમ નહિં દિલમે... મુખડા”_શ્રી કબીરજી.
વળી પોતે રોગનો ભોગ ન બને તેટલા ખાતર લાખો નિર્દોષ પ્રાણીઓને ભેગ લઈ બનાવવામાં આવતી કૅડલિવર, ચીકન ઇસેન્સ વગેરે હિંસાદૂષિત દવાઓનો આ લોક હસથી ઉપભોગ કરે છે ! ને આથી જાણે અમરપણું પામી જવાના હોય, એમ આંખે મીંચીને બાટલાના બાટલા પેટની ગટરમાં ગટગટાવતાં છતાં માનવમર્કટ ગમે તેટલા ઉપાય કર્યો પણ છેવટે મરણશરણ થાય છે !—આ બધા સ્કૂલ દBતે છે, પણ કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org