________________
(૫૦૨)
ગદરિસમુચ્ચય એવા પુણ્યાનુબંધી પુણ્ય ફલના ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેમાં
પ્રમાદને અાગ હોય છે, આત્મસ્વરૂપના ભાનથી ભ્રષ્ટ પણે હેતું નથી. અપવાદરૂપ તીર્થકર આદિ ઉત્તમ સમ્યગદષ્ટિ પુરુષવિશેષની વાત ન્યારી છે. સતપુરુષો તેઓને અચિંત્ય પુણ્યસંભારથી તીર્થકર પદવી આદિ પુણ્યફલ પ્રાપ્ત
થાય છે, અને ગૃહસ્થાવાસમાં પણ તેઓ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગસામગ્રીનો ઉપભોગ લે છે, તે પણ તેઓને તે ઉપભોગ અત્યંત અનાસક્ત ભાવે હેવાથી તેઓ બંધાતા નથી. જેમ સુક્કો ભીંત પર માટીનો ગોળ ચૅટ નથી, તેમ નિ:સ્નેહ-અનાસક્ત એવા તેઓને કર્મબંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે, ને
ગકર્મથી તે છૂટે છે. કારણ કે ભેગ-પંકની મધ્યે રહ્યા છતાં તેઓ જલમાં કમલની જેમ સર્વથા અલિપ્ત જ રહે છે, એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનોને જે ભેગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્ય-અસાધારણ અતિશયવંત તીર્થંકરાદિ સમ્યગુદણિ પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છે ! એટલે સામાન્ય પ્રાકૃત કેટિના જનોનો નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી. તેઓ તેમાં અપવાદરૂપ છે. “Exception proves the rule –અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. રાજમાર્ગો –ધોરીમાગે તે સહુ કંઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી-એકપદી પર ચાલવું તે કોઈ વિરલાઓનું જ કામ છે. માટે આજન્મ પરમ વૈરાગી એવા તીર્થંકરાદિ સમ્યગઢષ્ટિ પુરુષ ભેગ ભોગવતાં છતાં, તેમનું ચિત્ત તો ધર્મસાર જ હોય છે-ઘર્મપ્રધાન જ હોય છે, આત્મધર્મની ભાવનાથી જ ભાવિત ને વાસિત હોય છે.... (જુઓ પૃ. ૨૭૪-૨૭૫).
રાગ ભરે જન મન રહે, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કોઈ ન પામે છે તાગ શ્રી શ્રેયાંસ કૃપા કરો !”
શ્રી યશવિજ્યજી આ ઉપરથી એ ફલિત થાય છે કે વિષયનું સેવન–અસેવન એ વૈરાગ્યનું મુખ્ય લક્ષણ નથી, પણ અનાસક્ત ભાવ એ જ મુખ્ય લક્ષણ છે, કારણ કે વિષયનું સેવન ન
કરે, પણ અનાસક્ત ભાવ ન હોય ને અંતરમાં ભેગાદિની કામનાઅજ્ઞાનીને વાસના હોય તો વૈરાગ્ય નથી; અને વિષયનું સેવન કરે, પણ અનાબંધ: જ્ઞાની સક્તભાવ હોય ને અંતમાં ભેગાદિની કામના-વાસના ન હોય તે અબંધ વૈરાગ્ય છે. તેમાં પણ વિષયના અસેવન સાથે અનાસક્ત ભાવ હોય તો
તે સર્વોત્તમ છે, તથાપિ કેઈ અપવાદરૂપ વિશિષ્ટ સમ્યગ્દષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષને અનાસક્તભાવ છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી વિષયસેવન હોય, તો પણ તેના
x" अत एव महापुण्यविपाकोपहितश्रियाम् । गर्भादारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org