________________
(૪૭૬)
ગદરિસમુસ્થિય સ્વપનું છે સંસાર.”—ઈત્યાદિ પ્રકારે નિરંતર ભાવતા આ સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સંસાર સ્વપ્ન જેવો, મૃગજળ જે, ગગનનગર જેવ, ને ઉપલક્ષણથી એઠ જે, ધૂળ-રાખ જે, કાજળની કોટડી જેવો ભાસે છે. કારણકે વનરૂપ અજ્ઞાન દશા વ્યતીત થઈ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે.
જાગીને જોઉં તો જગત દીસે નહિં, ઊંઘમાં અટપટા ભેગ ભાસે; ચિત્ત ચિતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”—શ્રી નરસિંહ મહેતા
“સકળ જગત્ તે એઠવત, અથવા સ્વપ્ન સમાન;
તે કહીયે જ્ઞાનિદશા, બાકી વાચા જ્ઞાન.”—શ્રી આત્મસિદ્ધિ
આ લેક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જવરાદિ રોગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને અનુભવે છે, એવી અશરણુતાવાળા આ જગતને એક પુરુષ જ શરણ છે; પુરુષની વાર્થ વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સપુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. ”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૪.
આમ આ સંસાર પ્રત્યે આ સમ્યગદષ્ટિ યોગી પુરુષને અત્યંત તીવ્ર અંતરંગ વૈરાગ્ય વ છે. આવા ગાઢ સંવેગરંગથી જ્ઞાની પુરુષ રંગાયેલા હોય છે, તેનું કારણ એમને મુતવિવેક
ઉપજ્યા છે તે છે, સભ્યપણે શ્રુતજ્ઞાન પરિણુત થયું છે તે છે (જુઓ શ્રતવિવેક પૃ. ૧૯-૨૦). અર્થાત આ સમ્યગ્દષ્ટિ દષ્ટા પુરુષને સપુરુષ સદગુરુ
સમીપે શ્રવણ કરલા “શ્રત જ્ઞાનથી વિવેક ઉપજ છે, શ્રતજ્ઞાન સમ્યકપણે પરિણમ્યાથી સદ-અસનું ભાન થયું છે, પરંતુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રગયું છે, આત્મા-અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યું છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે.
જેમકે-હું આ દેહાદિ પરવતુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહજાન્મ
સ્વરૂપજ હારૂં છે, બીજું કંઈ પણ મહારૂં નથી. હું આ દેહાદિ ભાવ નથી, ને આ દેહાદિ ભાવ મહારા નથી,-એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દઢ થયે છે.
ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.” શ્રી આત્મસિદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org