________________
(૪૭૦ )
ગદસિસુશ્ચય અતીન્દ્રિય અક્ષય ને ક્ષાયિક એવું મોક્ષપદ છે. આવા આ આત્મધર્મ અને આત્મધર્મના ફલરૂપ મેક્ષ પ્રત્યે સંવેગ (સ + વેગ)- અત્યંત વેગ ધરવો, અદમ્ય પરમ ઉત્સાહ ધરાવ, પરમ ઉછરંગ ધરાવવો તે સંવેગ છે. (૩) આવા આત્મધર્મને સાધનારાઆરાધનારા જે સાધર્મિકે છે, તેના પ્રત્યે કેવળ ગુણેના અનુરાગથી પરમ પ્રેમ ધરાવવો તે સંવેગ છે. પણ તેવા ગુણ ન હોય એવા નામમાત્ર સાધમિક પ્રત્યે અનુરાગ હોવો તે સંવેગ નથી, પણ મોહ છે. કારણ કે અત્રે અનુરાગ એટલે અભિલાષ એ અર્થ નથી, પણ ગુણપ્રેમ અર્થ છે, અથવા અધર્મથી કે અધર્મફલથી નિવૃત્તિ થવી તે અનુરાગ છે. (૪) અથવા આવા આત્મધર્મને ને તેના ફળલાભને જેણે સિદ્ધ કર્યો છે, અથવા તેની સાધનાની ઉચ્ચ દશા જેણે સાધી છે, એવા પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રત્યે પરમ પ્રીતિ હેવી, પરમ ભક્તિ હેવી તે સંવેગ છે. અર્થાત સંવેગથી–અત્યંત વેગથી, પરમ ઉલ્લાસથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની આરાધના– ઉપાસના કરવી તે સંવેગ છે.-આમ આત્મધર્મ ને આમધર્મના ફલરૂપ મોક્ષપદની સાધના સિવાય બીજી કોઈ જ્યાં અભિલાષા નથી, તે સંવેગ છે. માત્ર મેક્ષ અભિલાષ” તે વિધિરૂપ સંવેગ છે, અને સર્વ અભિલાષનો ત્યાગ તે નિષેધરૂપ સંવેગ અથવા નિર્વેદ છે, એમ પરમ તત્વષ્ટા શ્રી પંચાધ્યાયીકાર વિભાગ પાડે છે. આ સંવેગ છે તે જ ધર્મ છે, કારણ કે મોક્ષ સિવાય બીજા અભિલાષયુક્ત-ઈચછાયુક્ત હોય તે ધર્મવાનું નથી. અને કિયા માત્ર છે તે ધર્મ નથી, સિચ્યાહણિ પણ ક્રિયા કરે છે, પણ તેની ક્રિયા નિત્ય રાગાદિના સદ્દભાવથી ઉલટી અધર્મરૂપ જ છે, કારણ કે મિથ્યાષ્ટિ સદા રાગી જ હોય છે, સમ્યગદષ્ટિ સદા વૈરાગી જ હોય છે, સદા સંવેગી જ હાય છે. (જુઓ પૃ. ૨૭૭).
" संवेगः परमोत्साहो धर्मे धर्मफले चितः ।
सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्टिषु ॥ धर्मः सम्यक्त्वमात्रात्मा शुद्धस्यानुभवोऽथवा ।
તારું સુણાચક્ષક્ષચે શાચિવ જ અત્ ” –શ્રી પંચાધ્યાયી. (૩) નિવેદ–એટલે સંસાર સંબંધી સર્વ અભિલાષને-ઈચ્છાને ત્યાગ, વૈરાગ્ય, સંસારથી થાકી જવું-કંટાળવું તે, સંસારથી ખેદ પામો તે. (૪) અનુકંપા-એટલે સર્વ પ્રાણ પ્રત્યે અનુગ્રહ બુદ્ધિ-ઉપકાર બુદ્ધિ, અથવા મેત્રીભાવ, અથવા મધ્યસ્થ, અથવા વરત્યાગથી નિઃશલ્યપણું. સર્વ પ્રાણુ પ્રત્યે જે સમતા છે તે પર અનુકંપા છે, અને અર્થથી તે સ્વાનુકંપા છે -શલ્યવર્જનથી શલ્યની જેમ. આ સ્વાનુકંપા જ પ્રધાન છે.
મક “યાજ સર્વામિત્રાપસ નિર્વેરો ઢક્ષાત્તથr !. स संवेगोऽथवा धर्मः साभिलाषो न धर्मवान् ॥”
(ઈત્યાદિ આધાર માટે જુઓ)–પંચાધ્યાયી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org