________________
દીપ્રાષ્ટિ : મુમુક્ષુને સર્વત્ર યહ અયુક્ત
(૪૫) વિલખાપણું દૂર કરે છે. તે વાદ કથા ખમી શક્તો નથી, અને માનભંગથી ઉષ્ણુ એવા લાંબા નિસાસા નાખે છે! રમ્ય વસ્તુમાં પણ તેને અરતિ-જવર લાગુ પડે છે–રમ્ય વસ્તુ પણ તેને ગમતી નથી, અને સહદો પ્રત્યે પણ તેના વચન વા જેવા કઠોર નીકળે છે ! અને દુખ અહંકારમાંથી ઉપજે છે, એ આ સર્વ તંત્રનો સિદ્ધાંત છે, તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર! તત્ત્વપરીક્ષા કરે છે! અર્થાત અહંકારજન્ય દુઃખનો સાક્ષાત્ અનુભવ કરે છે!” ઈત્યાદિ પ્રકારે શુષ્ક તર્કવાદ રૌદ્ર પરિણામનું કારણ થાય છે. વળી શુષ્ક તર્કવાદ મિથ્યાભિમાનનો હેતુ થાય છે. શુષ્ક તર્કવાદી પિતાને બડે હોશિયાર માને છે. તેને પોતાની બુદ્ધિનું–તર્કશક્તિનું ઘણું અભિમાન હોય છે. મેં કેવી ફક્કડ યુક્તિ લડાવી ફલાણાને છકકડ મારી તોડી પાડ-હરા, એ ફાંકે રાખી તે અકકડ રહે છે!
આમ મહારો પરિણામવાળો શુષ્ક તર્કગ્રહ મિથ્યાભિમાનને હેતુ હોવાથી, આત્મહિતષી મુમુક્ષુઓને સર્વથા ત્યાજ્ય જ છે. કારણકે સાચા મુમુક્ષુઓને મુખ્ય ને એક જ હેતુ ગમે તેમ કરીને ભવબંધનથી છૂટવાને છે. તેઓને કેવળ એક આત્માર્થોનું જ કામ છે, માન-પૂજા-લબ્ધિ-સત્કાર આદિ બીજે મન-ગ તેઓને હેત નથી, અને ઉપરમાં જોયું તેમ શુષ્ક તર્કથી કેઈપણ પ્રકારનો આત્માર્થ સિદ્ધ થતું નથી, ઊલટો માનાર્થને લીધે અત્યંત હાનિ પામે છે. કયાં સાચા મુમુક્ષુ જોગીજનનું એકાંત આત્માથપણું? અને કયાં શુષ્ક તર્કવાદીનું મતાથી પણું-માનાથી પણું? “શ્રેય તે એક બાજુએ રહ્યા છે, ને વાદિàછો અથવા વાદીરૂપ બળદીઆ બીજી બાજુએ વિચરી રહ્યા છે! મુનિએ વાદવિવાદને કયાંય પણ મેક્ષ–ઉપાય કહ્યો નથી.” આમ વાદને અને મોક્ષને લાખો ગાઉનું અંતર છે, માટે માત્ર મોક્ષને અથી એ મુમુક્ષુ જોગીજન વાદવિવાદમાં કેમ પડે? શુષ્ક તર્કશાહને કેમ ગ્રહે? * “ यदि विजयते कथंचित्ततोऽपि परितोषभग्नमर्यादः ।
स्वगुणविकत्थन दूषिकस्त्रीनपि लोकान् खलीकुरुते ॥ उत जीयते कथंचित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगर्जेनाकामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥ वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ।। दुःखमहंकारप्रभवमित्ययं सर्वतंत्रसिद्धांतः । अथ च तमेबारूढस्तत्त्वपरीक्षां किल करोति ॥"
શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત દ્વ. દ્વા. ૮ ૧૫-૧૮ 1 x “અત્ત ચાંચથત gવ વિશ્વરિત વાહિs: वाक्संरंभः क्वचिदपि न जगाद मुनिः शिवोपायः" ॥
શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત હા-દ્વા. ૮-૭ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org