________________
યોગદદિસમુચ્ચય
અતિભક્તોને મોહ છે. કારણકે સર્વજ્ઞ નામનો જે કોઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ
છતાં તત્ત્વથી સર્વત્ર એક જ છે. તેથી તેની સામાન્યથી જ જેટલાઓની સર્વ તત્વ પ્રતિપત્તિ-માન્યતા છે, તે સર્વેય તેને પામેલા છે એવી પરા ન્યાયગતિ અભેદ છે. અને તેને વિશેષ તો સંપૂર્ણપણે સર્વ અવદશીએથી જણાત
નથી, તેથી સામાન્યથી પણ એ સર્વજ્ઞને જે નિર્વ્યાજ પણે-નિષ્કપટપણે તેના આજ્ઞાપાલનમાં તત્પર થઈ માનતા હોય, તે તેટલા અંશથી જ ધીમોને મન તુલ્ય જ છે,-એક રાજાના ઘણા સેવકેની જેમ. અત્રે બીજી યુક્તિ પણ છે–દેવની ભક્તિ બે પ્રકારની છે-ચિત્ર અને અચિત્ર. તેમાં જે સંસારી દે છે તેની ભક્તિ વિચિત્ર પ્રકારની છે, કારણ કે તેઓનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે, અને તે ભક્તિમાં મોહગપણને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ અને અનિષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય છે. પણ સંસારાતીત એવા પર મુક્ત તત્ત્વની જે ભક્તિ છે, તે અચિત્ર છે, અને તે સંમોહના અભાવને લીધે શમસારા જ-રામપ્રધાન જ હોય છે.
“નહિં સર્વજ્ઞ આજી, તેહના વળી દાસ;
ભકિત દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ.મનમોહન” તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંધિ-આશય પ્રમાણે ભિન્ન ફળ હોય છે, અને તે જ આશય અહીં કૃષિ કર્મમાં પાણીની પેઠે પરમ છે-પ્રધાન છે. આ આશય પણ
રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેધના ભેદ પ્રમાણે બુદ્ધિ-જ્ઞાન- અનેક પ્રકારના ભેદવાળો હોય છે, કારણકે બોધ ત્રણ પ્રકારનો હોય છે? અસમેહ (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન, (૩) અસંમોહ. તે બેધથકી સર્વ કર્મોમાં
ભેદ પડે છે. તેમાં ઇંદ્રિયાર્થીનો આશ્રય કરે તે બુદ્ધિ છે, આગમપૂર્વક હોય તે જ્ઞાન છે, અને સદનુષ્ઠાન યુક્ત જે જ્ઞાન તે અસંમેહ છે. ક્રિયામાં આદર પ્રીતિ, અવિજ્ઞ, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, તજજ્ઞ બુધજનની સેવા, અને તેમને અનુગ્રહએ આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. પ્રાણુઓના સર્વ કર્મો સામાન્યથી બુદ્ધિપૂર્વક હેાય છે, અને વિપાકવિરસપણાને લીધે તે સંસારફલ આપનારા છે. કુલગીઓના જે કર્મ છે તે જ્ઞાનપૂર્વક હોય છે, અને તે અમૃત સમી શુનશક્તિના સમાવેશથી અનુબંધફલાણાથકી મુક્તિના અંગરૂપ હોય છે. અને અસંમોહથી ઉપજતા કર્મો એકાંત પરિશુદ્ધિથકી શીધ્ર મેક્ષફળ આપનારા હોય છે; આ અસંમોહ કર્મ ભવાતીત અર્થગામી મુમુક્ષુઓને જ હોય છે.
“બુદ્ધિ ક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ;
અસંમોહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ.મનમોહન ” અહીં પ્રાકૃત ભાવમાં–કારમી પુદ્ગલ રચનામાં જેનું ચિત્ત નિરુત્સુક છે, તે ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org