________________
સ્થિરાદ : પ્રત્યાહાર-વિષયવિકાર ન ઈદ્રિય જોડે ” સ્વચિત્તસ્વરૂપનો અનુકારી તે પ્રત્યાહાર છે.” અર્થાત્ ચક્ષુ આદિ ઇદ્રિયને ગ્રાહૃા એવા રૂપ આદિ વિષયને સંપ્રયોગ થતાં, એટલે કે વિષય સાથે જોડાણ નહિં થતાં તેનું ગ્રહણાભિમુખપણું છોડી દીધાથી સ્વરૂપમાત્ર અવસ્થાન થાય. ઇઢિયે પિતાના વિષયમાંથી પાછી ફરે, એટલે જેમ છે તેમ છાનીમાની બેસી જાય, અને એમ થાય એટલે અંતઃસ્વરૂપનું અનુકરણ થાય, અર્થાત ચિત્તનિરોધ કરવા માટેની સામગ્રી સાંપડે. આનું નામ ચક્ષુ આદિ ઇંદ્રિયોનો પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર કેવો છે? તે કે ઈદ્રિયોના વશીકરણરૂપ એક ફલવાળો છે. પ્રત્યાહારનો અભ્યાસ થતાં, ઇદ્રિય એવી આયરઆધીનતાબેદાર થઈ જાય છે, કે બાહ્ય વિષયે પ્રત્યે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી.*
ચોથી દષ્ટિમાં પ્રાણાયામ વડે કરીને બાહ્ય ભાવને રેચ દીધે, અંતર્ભાવનું પૂરણ કર્યું, અને તેનું કુંભન-સ્થિરીકરણ કર્યુંઆમ ગમાર્ગે આગળ વધતા મુમુક્ષુ જેગીજનની વૃત્તિ બાહ્ય ભાવમાં રમતી નથી, અને અત્તર ભાવમાં પરિણમે છે. એટલે હવે આ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં, આ યોગાભ્યાસી મુમુક્ષુ જનની ઇંદ્રિયે પિતપોતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી, અને તેના તેના વિષમાંથી વ્યાવૃત્ત થઈ પાછી ખેંચાઈ આવે છેપ્રત્યાહત થાય છે, અને અંત:વ્યાપારમાં વ્યાપૃત-પ્રવૃત્ત થઈ ચિત્તનિરોધમાં ખપ લાગે છે, અને ચિત્તસ્વરૂપનું અનુકરણ કરે છે.
જે ઇન્દ્રિયો પૂર્વે હરાયા ઢોરની જેમ છૂટી ફરતી હતી ને રઘવાઈ થઈને સ્વચ્છેદે વિચરતી હતી, તે હવે નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પિતાના ચિત્ત-ઘરના
ખીલે બંધાય છે. વિયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવારૂપ બહિવિષય વિકારે મુંબ વૃત્તિ છેડી દઈ, તે હવે ડાહીડમરી બની અંતર્ અભિમુખ થાય છે. ન ઈદ્રિય જોડે એટલે જેની આંખે બાહ્ય રૂપને દેખતી હતી તે યોગી હવે ભાવથી અંત:
સ્વરૂપને દેખે છે. જે કાન બાહા શબ્દો સુતા હતા તે હવે અંત:નાદ સાંભળે છે. જેનું નાક બાહ્ય સુગંધથી લોભાતું હતું, તે હવે ભાવ-સૌરભથી સંતોષાય છે. જેની રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંત:ચૈતન્યરસના પાનથી પ્રસન્ન થાય છે. જેનો સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતો, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઇન્દ્રિયની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આત્યંતર વૃત્તિ વ છે, કારણ કે પાંચે ઈદ્રિરૂપ તેફાની ઘેડાની લગામ હવે જાગ્રત આત્માના * “વિષયાસંયોજેveતારવછૂજાગુતિઃ વિઝા પ્રત્યાહાર: ધ્રુવાખામેરવાયત્તતા: ”
શ્રી યશા કૃત દ્વા૨ દ્વા૨ ૨૪-૨. "स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इन्द्रियाणां प्रत्याहारः।
તતઃ ઘરમા વરસેન્દ્રિયાનામ્ ” –શ્રી પાતંજલ યો. સૂ. ૨-૫૪–૫૫, ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org