________________
દીપાષ્ટિ: મહા પુરુષોને માર્ગ, ઉપસંહાર
(૪૪૧) અર્થ:–અને સ્વકર્મથી અત્યંત હણાયેલા એવા અત્યંત પાપવંત છ પ્રત્યે પણ અનુકંપા જ ન્યાય છે,-આ ધર્મ ઉત્તમ છે.
વિવેચન શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ – શ્રીમદ્ રાજચંદ્રજી અને પોતાના જ કર્મોથી અત્યંત હણાયેલા એવા મહાપાપી જી પ્રત્યે પણ અનુકંપા જ ન્યાઓ છે– આ ધર્મ ઉત્તમ છે.
મુમુક્ષુ જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હોય એમાં પૂછવું જ શું? પણ
શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી જી પ્રત્યે પણ તે મહાપાપી પ્રત્યે અનુકંપા જ રાખે અને એ જ ન્યાય છે–ન્યાયયુક્ત છે. તેઓના પણ દયા, પ્રત્યે ઘણું રાખવી કે તિરસ્કારની દષ્ટિથી જોવું એ ગ્ય નથી, કારણ
કે એ બિચારા પામર જીવે અજ્ઞાનના વિશે કરીને મહા કુકર્મોમાં પડી ગયા છે, પતિત થયા છે, અને પોતાના દુષ્ટ કર્મોથી જ અત્યંત હણાઈ ગયેલા છે. એવા મરેલાને મારવું શું? “પડતા ઉપર પાટુ” શી? એ બિચારા પાપી જીવો તો અત્યંત દયાનું, અનુકંપાનું જ સ્થાન છે. આ કુકમોથી આ છ બાપડા કેવી દુર્ગતિ પામશે ? એ વિચારતાં મુમુક્ષુને તેના પ્રત્યે અનુકંપા જ છુટે. અને તેથી પ્રેરિત થઈ પિતાનાથી બને તો તેમાંથી તેને નિવારવા પ્રયત્ન પણ કરે. આ જ ધર્મ ઉત્તમ છે.
“તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમે પ્રાન, ”—તુલસીદાસજી “પરહિત એ જ નિજ હિત સમજવું, અને
પરદુઃખ એ પિતાનું દુઃખ સમજવું.”
પ્રભુ ભજે, નીતિ સજો, પરંઠો પરોપકાર.”–શ્રીમદ્ રાજચંદ્રજી આમ (૧) પર પીડાવર્જન, (૨) પરોપકાર વ્યસન, (૩) ગુરુદેવાદિપૂજન, (૪) પાપીની પણ અનુકંપા,-આ ધર્મ ઉત્તમ છે, આ મહત પુસને માર્ગ છે. આ ઉત્તમ ધર્મ મહાજન એ આચર્યો છે, ને દર્શાવે છે, તેને જ અનુસરવું એ જ યથાન્યાય વર્ણન છે.
| રતિ મજુમrsfધાન:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org