________________
દીમાણિઃ આત્માદિ અતીંદ્રિય અર્થ આગમગોચર
( ૩૪૭) છે, જે રૂપને જાણનારો છે, તેને દષ્ટિ કેમ દેખી શકશે વારુ? સર્વ “જે દ્રષ્ટા છે ઇંદ્રિયોથી પર એવો અબાધ્ય અનુભવ જે બાકી રહે છે, તે જ જીવનું દ્રષ્ટિને ” સ્વરૂપ છે. પ્રત્યેક ઇન્દ્રિયને તે પિતા પોતાના વિષય પૂરતું જ જ્ઞાન હોય
છે, પણ આત્માને તો પાંચ ઇંદ્રિયના વિષયનું ભાન હોય છે. દેહ તે આત્માને જાણતો નથી, ઇન્દ્રિય કે પ્રાણ તેને જાણતા નથી, પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે દેહ ઈદ્રિય ને પ્રાણ તિપિતાના નિયત કાર્યમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યંત્રને ચલાવનાર યંત્રવાહક છે. આમ સર્વ અવસ્થામાં જે સદાય ત્યારે-જૂદા જ જણાય છે, જુદે જ તરી આવે છે, જે પ્રગટરૂપ ચૈતન્યમય છે, તે આત્મા છે; અને એ જ એનું સદાય એંધાણ છે–ઓળખવાની નીશાની છે. બાકી દેહાધ્યાસને લીધે આત્મા દેહ સમાન ભાસે છે, પણ તે બન્ને પ્રગટ લક્ષણ ઉપરથી ભિન્ન છે –“જેમ અસિ ને મ્યાન” ભિન્ન છે-જૂદા છે તેમ. “જે દષ્ટ છે દષ્ટિને, જે જાણે છે રૂપ
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. છે ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન
પંચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રિય પ્રાણ
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિષે, જ્યારે સદા જણાય
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ભાએ દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન,
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન.”
(જુઓ ) શ્રીમદ્ રાજચંદ્રકૃત શ્રી આત્મસિદ્ધિ, આમ આત્માદિ અર્થનું અતીન્દ્રિયપણું સાબિત થાય છે. અને તે અતીન્દ્રિય પદાર્થ તે કવચિત પણ પ્રસ્તુત શુષ્ક તર્કનો વિષય નથી હોતું. સુકા, નીરસ, વિતંડાવાદ જેવા કેરાધાકડ તર્કથી કદી પણ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ થતી નથી. માટે એવા અપ્રજનભૂત, ઈષ્ટ સિદ્ધિને નહિં સાધનારા, અને ઉલટા આત્માર્થને હાનિરૂપબાધારૂપ થઇ વ્યોમેહ ઉપજાવનારા શુષ્ક તર્કને કયે વિચારવંત આત્માથી પુરુષ સેવે? આદરે? કોઈ વિચારવાન વિવેકી જીવ તો તેને દૂરથી પણ સ્પશે જ નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org