________________
( ૩૯૪ ).
યુગદષ્ટિસમુચ્ચય
આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરંગી સાચા પરિણત–ભાવિતાત્માઓ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયોમાં-પ્રાકૃત ભાવોમાં કેમ રાચે? આ પ્રાકૃત ભામાં તે સામાન્ય પ્રાકૃત જન જ રાચે, પુદગલાનંદી ભવાભિનંદી જીવોજ આસક્ત થાય; પણ સાચા અંતરંગ વૈરાગ્યવાન્ મુમુક્ષુ જીવો કદી પણ ઉત્કંઠા ધરાવે નહિં, આસક્ત થાય નહિં. આવા વૈરાગ્યવાસિત આત્મા, સાચા વેરાગીઓ” જ સંસારથી પર એવા અર્થ—તત્વ પ્રત્યે ગમન કરનારા છે, પર તત્વને જાણનારા ને પામનારા હોય છે કારણકે સંસારમાં રહ્યા છતાં, તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવોને-વાસનાને લેશમાત્ર સ્પર્શતું નથી. તેથી તેઓ મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણ પામેલા છે, જીવન્મુક્ત છે.
“મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હાય પ્રશાંત; તે કહિયે જ્ઞાની દશા, બાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાનિદશા, બાકી વાચજ્ઞાન.”
–શ્રી મદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥ એકજ હોયે તેહના, પ્રશમપરાયણ, માર્ગ
અવસ્થાભેદ છતાં યથા, સાગરમાં તીરમાર્ગ, ૧૨૮ અર્થ – અને તેઓને શમપરાયણ માર્ગ પણ, અવસ્થાભેદનો ભેદ છતાં, એકજ છે, સમુદ્રમાં તીરમાર્ગની-કાંઠા ના માર્ગની જેમ.
વિવેચન અને એવા તે ભવાતીત અર્થગામીઓનો એટલે કે પરમતત્વવેદીનો માર્ગ પણ, અવસ્થાભેદનો ભેદ છતાં, એક જ છે,–સાગરમાં તીરમાર્ગની-કાંઠાના માર્ગની પેઠે ઉપરમાં
જેનું સ્પષ્ટ લક્ષણ કહ્યું, એવા સાચા ભવવિરક્ત વૈરાગ્યવાસિત સંવેગી કૃત્તિ –u ga તુ માઉsfv-અને માર્ગ પણ એકજ, ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે, તેai-તેઓને, એટલે કે ભવાતીતઅર્થગામીઓને, રામાયણઃ-શમપરાયણ, રામનિષ્ઠ, અવસ્થામડ -અવસ્થાભેદને ભેદ છતાં,–ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ, (તેમની દશાને ભેદ છતાં ), Gર તીક્ષા -સમદ્રની બાબતમાં તીરમાર્ગની જેમ, એ દષ્ટાંત છે. અને અહીં તે સમુદ્રથી દૂર-નિકટપણું આદિના ભેદથી અવસ્થાભેદ હોય છે. ( સમુદ્રના કાંઠાના માર્ગ તે તીરમાર્ગ છે. તેમાં કોઈ દૂર હોય કે ઈ નિકટ હેય, એમ ભેદ છતાં તે બધાય “તીરમા ” જ છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org