________________
( ૪ર૬ )
ગદદિસમુચ્ચય સાવરણી જેવું દેખાય છે. એક એક અંગને સ્પર્શવાથી તમને હાથી તેવો તેવું લાગે, તે તે તે અંગની અપેક્ષાએ બરાબર છે, પણ તે ઉપરથી કાંઈ આખા હાથીને ખ્યાલ છે આવે છે! સમગ્ર અંગ મળીને જ હાથી બને છે. માટે તેનું સાંગોપાંગ સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેને સમગ્રપણે જ વિચાર કરવો જોઈએ, તમારો આગ્રહરૂપ “જ”કારએકાંતવાદ છોડી દેવો જોઈએ, એમ સમજી હવે તમારે ઝઘડો બંધ કરો! બંધ કરો! એમ તે ડાહ્યા દેખતા દા પુરુષે સમજાવ્યા, એટલે તે વાદીઓ ટાઢા પડ્યા, ને મિથ્યા ચર્ચા છોડી દઈ સમજીને શાંત થયા.
આ દાંત ઉપરથી એટલું ફલિત થાય છે કે આ આમ “જ” છે એમ વદનારા એકાંતવાદી આગ્રહી હોય, પણ સર્વસમન્વયકારી અનેકાંતવાદી તે સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. થોડા પણ મહાગ્રંથગંભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદીનું પરમ સમર્થ નિરસન કરતું શ્રીમદ્ રાજચંદ્રજીનું ચમત્કારિક સુભાષિત છે કે–
એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીઓ! મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ “જ” એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાનવડે કહે છે. મહારે મહાવીર એમ કોઈ કાળે કહે નહિં; એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬ તેમજ–
न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाछेदाधिको मतः ।। १४१॥ પ્રતિષ સામાન્ય, પણ સંતને ન યુક્તઃ
અધિક જિહાછેદથી, આર્ય અપવાદ ઉક્ત. ૧૪૧ અર્થ–સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ યુક્ત નથી. તેથી કરીને આર્ય સર્વસને અપવાદ તે તેને મન જિલ્લાદ કરતાં અધિક છે.
વૃત્તિઃ– -નથી યુક્ત, પ્રતિક્ષા:-નિરાકરણરૂપ પ્રતિક્ષેપ સામાન્યથ-કે સામાન્ય પુરુષ આદિને પણ, તત્ત-તેથી કરીને, તા-સંતોને, મુનિઓને, આજવાતુ પુરાઆયં અપવાદ તે વળી, સર્વજીનો પરિભવ તો એમ અર્થ છે, શું ? તે કે-દ્ધિારાધો મત – જિદ છેદ કરતાં ( જીભ કપાઈ જવા કરતાં ) અધિક મત છે -તથાવિધ પ્રત્યાયના ભાવે કરીને
* “परमागमस्थ जी, निषिद्ध जात्यंधसिन्धुरविधानम् । सकलनयविलसितानाम् , विरोधमथनं नमाम्यनेकांतम् ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પુરુષાર્થસિદ્ધિઉપાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org