________________
દીમાદષ્ટિ : “ભવાતીત અથગામી” ભવ-વિરત
(૩૩) પ્રાકૃત ભામાં અહીં, નિરસુક જ ચિત્ત
ભવાતીત અર્થગામિ તે, ભવભેગમાં વિરક્ત. ૧૨૭ અર્થ:–અહીં પ્રાકૃત ભાવો પ્રત્યે જેઓનું ચિત્ત નિસુક (ઉત્સુકતા રહિત) હોય છે, તે ભાવભેગથી વિરક્ત થયેલાઓ, ભવાતીત અર્થગામી છે.
વિવેચન
ઉપરમાં ભવાતીત અર્થગામી એવા મહામુમુક્ષુ કહ્યા, તે કણ ને કેવા હોય ? તેનું લક્ષણ અહીં સ્પષ્ટ કહ્યું છે. અહીં શાદિ વિષયરૂપ પ્રાકૃત ભાવોમાં જેએનું ચિત્ત ઉત્સુકતા રહિત હોય છે, તે સાંસારિક ભેગથી વિરક્ત જનો ભવાતીતઅર્થગામી છે.
પ્રાકૃત ભાવો એટલે બુદ્ધિમાં જેનું પર્યવસાન છે એવા શબ્દાદિ ભાવે. પ્રાકૃત એટલે પ્રકૃતિને વિકાર, પુદગલનો વિકાર. શબ્દાદિ વિષે પ્રાકૃત ભાવ છે અર્થાત્ જડ
પ્રકૃતિના વિકારરૂપ છે, પુગલના વિકારરૂપ છે, અને તે બુદ્ધિમાં પર્યમુમુક્ષુ ભવભાગ વસાન પામે છે, છેવટે બુદ્ધિમાં સમાય છે, અર્થાત્ બુદ્ધિગમ્ય ભાવે છે. વિરકત આવા આ શબ્દાદિ વિષયરૂપ પ્રાકૃત ભાવોમાં જેઓનું ચિત્ત અના
સક્તપણાને લીધે ઉત્સુકતા વિનાનું હોય છે, તે ભાવભેગથી વિરક્ત થયેલા જનો “ભવાતીત અર્થગામી કહેવાય છે. શદાદિ વિષયમાં તેઓ રાચતા નથી, આસક્ત થતા નથી, વિષયોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું છે, સાંસારિક ભેગ તેઓને દીઠા ગમતા નથી, એટલે ભવભેગથી વિરકત સાચે અંતરંગ વૈરાગ્ય પામેલા આ જીવો ખરેખરા “ભવાતીત અર્થગામી” છે. કારણ કે તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત ભવમાં-સંસારમાં સ્પર્શતું નથી, લેપતું નથી, અપૃષ્ટ રહે છે, જળ-કમળવત્ અલિપ્ત રહે છે. વિવિધ સ્વ-ઇંદ્ર જાલ જેવા મુદ્દગલરચના તેઓને કારમી-અકારી લાગે છે, અને જગતની એકરૂપ તે પુદગલ વિષયનું સેવન કરવું તે તેવા પરમ વૈરાગ્યવંત સાચા સંવેગરંગી મહાત્માઓને આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અત્યંત, અસહ્ય લાગે છે. દાખલા તરીકે–પરમતવણ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના સ્વાનુભવદુગાર કાચા છે કે
જેકે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે, નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે. xx xકારણકે આપની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે.”
શ્રીમદ્ રાજચંદ્ર ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org