________________
દીમાદ્રષ્ટિ : મુમુક્ષને એક જ શમપરાયણ શાંતિમાર્ગ
- ( ૩૫ ) - મુમુક્ષુને મુમુક્ષુ આત્માઓ ભવાતીત અર્થગામી અથવા પરતત્વવેદી કહેવાય છે. માર્ગ એકજ અને તેઓનો ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે.
કોઈપણ પ્રકારે ચિત્તવિશુદ્ધિ કરી, આત્માને શુદ્ધ કરવો, એજ માર્ગ છે, અને તે એક જ છે, તેમાં કોઈ પણ ભેદ નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકીર્ણ વચનામૃત છે કે
“મોક્ષ કો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ – શ્રી આત્મસિદ્ધિ.
મેક્ષને એક જ શમપરાયણ માર્ગશાંતિમાર્ગ અને આ માર્ગ શમપરાયણ છે–શમનિષ્ઠ છે: (૧) શમ એટલે નિષ્કષાય આત્મપરિણુતિ, રાગદ્વેષ રહિતપણું, સમભાવ. “મેહ-ભરહિત જે આત્માનો પરિણામ તે સમઝ કહેવાય છે.” આ માર્ગમાં શમની પ્રાપ્તિ કરવી, શમપરાયણ થવું, એજ એક નિષ્ઠા છે-છેવટની નિતાંત સ્થિતિ છે, એજ અંતિમ સાધ્ય છે. (૨) અથવા શમ એટલે સામ; યથાવસ્થિત આત્મગુણને પામવું-જેમ છે તેમ આત્મગુણની સમાન થવું તે સામ્ય છે. જે સામ્ય છે તે ધર્મ છે, અને “વઘુસદ્દાવો છો એ લક્ષણ પ્રમાણે વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને ચારિત્ર એટલે “રવો ઘર ચારિત્ર” એ લક્ષણ પ્રમાણે વરૂપમાં ચરવું, આત્મસ્વરૂપમાં વર્તવું, તે ચારિત્ર છે. આમ ચારિત્ર, ધર્મ, સાય, સમ, શમ એ શબ્દ સમાનાર્થ વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા તત્પર થવું એજ શમનિષ્ઠ માર્ગ છે. (૩) અથવા શમ એટલે શાંતિ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ આદિની શાંતિ થવી તે શમ છે. પરભાવથી વિરામ પામી આત્મભાવમાં આવવું તેનું નામ શાંતિ છે,
અને તેજ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિ માર્ગ છે. આ શાંતિમાર્ગનું શાંતિમાગ અત્યંત હૃદયંગમ સ્વરૂપ મહાજ્ઞાની ગીશ્વર શ્રીમાન્ આનંદઘનજીએ
શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સંક્ષેપમાં પ્રદર્શિત કર્યું છે. તેમાં શ્રી આનંદઘનજી ભગવાનને સાક્ષાત હાજરાહજૂર દેખતા હોય એમ તેમની સાથે ગેઠિવાર્તાલાપ કરતાં પૂછે છે –
શાંતિજિન! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે;
શાંતિ સ્વરૂપ કિમ જાણીએ ? કહ કિમ મન પરખાય રે ?....શાંતિ. ” x" चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिदिह्रो। मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ॥”
– શ્રી કુંદકુંદાચાર્યજીકણીત શ્રી પ્રવચનસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org