________________
(૪૧૪ )
યોગદરિસમુચ્ચય છોડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડનો પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધજલ પાયા કરી પરિવૃદ્ધિ પમાડે છે.
અને પછી ખૂબ કાળજીથી-માવજતથી છોડને ઉછેરીને જેમ માલી તે છોડ ફલફૂલથી શોભતું વૃક્ષ થાય તેવું કરે છે તેમ આ ભિષવરો પણ શિષ્યને બેધરૂપ છોડ
મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. આમ જેમ કુશલ માલી બીજાધાનથી વૃક્ષ માંડીને ફલભારથી નમ્ર વૃક્ષ થવા પર્યત છોડની કાળજીભરી સંભાળ
લે છે; તેમ આ મહાનિપુણ વૈદ્યરાજે શિષ્યને સાનુબંધ બીજા ધાનાદિ થાય, અર્થાત સમગ્ર બોધબીજ ઊગી નીકળી, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામી, થાવત્ મોક્ષફળ પ્રાપ્ત થાય, તેમ ઉપદેશામૃત જલધારા વહાવી નિષ્કારણ કરુણાથી કાળજીભરી સંભાળ લે છે.
કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજે એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનો છે. જેમ સવૈદ્યને હેતુ રેગીને
જેમ બને તેમ જલદી રોગમુક્ત કરવાનો-સાજો કરવાનો જ હોય છે; એકાંત શિષ્ય પછી ગમે તે એસિડથી સારો થતો હોય, તો તે એસડ તે નિ:સંકેચકલ્યાણ હેતુ પણે અજમાવે છે. તેમ આ ભવરોગના ભિષવરે પણ જે ઉપદેશ
ઔષધિથી આ જીવનો ભવરોગ મટે, તેની આત્મબ્રાંતિ ટળે, તે ઔષધિને નિ:શંક પ્રયોગ કરતાં અચકાતા નથી, કારણ કે તેઓનો એકાંત હેતુ જેમ બને તેમ જલદી જીવન ભવરૂપ ભાવરોગ મટાડવાનો છે, જીવની આત્મબ્રાંતિ ને તેથી થતી ભવભ્રાંતિ દૂર કરવાનું છે, એટલે નિત્યપ્રધાન દેશનાથી શિષ્યને ગુણ થાય એમ છે એવું લાગ્યું, તે તેઓએ નિત્યદેશના ઉપર ભાર મૂક્યો, અને અનિત્યપ્રધાન દેશનાથી લાભ થાય એમ છે એવું દેખ્યું તો અનિત્યદેશના પર ભાર મૂક્યો. જ્યાં જેમ ઘટે તેમ વિવેક વાપરી તેઓએ યથાયોગ્ય ઉપદેશ દીધો. આમ પરમાર્થ હેતુએ કરીને સર્વજ્ઞાની દેશનામાં ભેદ પડ્યો હશે, એમ આશય સમજાય છે.
“ આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદગુરુ વેધ સુજાણ
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઓષધ વિચાર ધ્યાન, ”—શ્રી આત્મસિદ્ધિ પરિહારાન્તર-બીજા પ્રકારનો શંકાને પરિહાર ( સમાધાન) કહે છે –
एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः।
अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ॥ १३६ ॥ કૃત્તિ-guપ રેરાના–દેશના એક છતાં, તેઓના મુખમાંથી વિનિર્ગમન-નીકળવાને આશ્રીને એક છતાં, તેષાં-આ સર્વજ્ઞાની, યદ્રા-અથવા તો, સોવિયેતા-શ્રોતાઓના વિભેદથી, તથાભવ્યતાના ભેદ કરીને, અયાપુનામત-અચિન્ય પુણ્યના સામર્થ્યથકી, એટલે કે ૫ર બોધના આશ્રયથકી ઉપજેલા કર્મના વિપાકને લીધે, એમ અર્થ છે. તથા-તેવા નિત્ય આદિ પ્રકારે. જિલ્લામાલ-ચિત્ર અવભાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org