________________
( ૪૦૦ )
વિવેચન
66
શબ્દ ભેદ ઝઘડા ક્રિશ્યેાજી, જે પરમારથ એક;
કહા ગંગા કહેા સુરનદીજી, વસ્તુ ક્રૂિ નહિ છેક....મનમાહન॰ ’-શ્રીયા. ૬. સ, ૪-૨૧
યાગ થ્રિસમુચ્ચય
તે પરમ ‘નિર્વાણું ’ નામના તત્ત્વને જે દે દે નામે ઓળખવામાં આવે છે, તેના પરમા જોતાં કાંઇ અભેદ નથી. તે ભિન્ન ભિન્ન નામામાંથી કેટલાક અત્ર બતાવ્યા છે: (૧) સદાશિવ, ( ૨ ) પરબ્રહ્મ, (૩) સિદ્ધાત્મા, (૪) તથાતા. પરમા થી તે નામેાનું એકપણું આ પ્રકારે—
સદાશિવ—કાઇ તેને ' સદાશિવ' કહે છે. આ ‘સદાશિવ’ એટલે સદાય શિવ, સર્વકાળ શિવ, કદી પણ અશિવ નહિં તે. ત્રણે કાળને વિષે સર્વથા પરિશુદ્ધિ વડે કરીને સર્વ અશિવના-અકલ્યાણુના અભાવને લીધે આને ‘સદાશિવ” નામ ખરાખર ઘટે છે. કારણ કે શુદ્ધ સહજાત્મસ્વરૂપ હાવાથી, આ ‘નિર્વાણુ ’ સદા શિવસ્વરૂપ-કલ્યાણુસ્વરૂપમંગલસ્વરૂપ છે, સર્વ કલ્યાણનું મ ંગલનું ધામ છે, શંકર સ્વરૂપ અર્થાત્ શમ-આત્મસુખકર સ્વરૂપ છે.
“ શિવશંકર જગદીશ્વરૂ રે, ચિદાનંદ ભગવાન....લલના૰ ’--શ્રી આન ધનજી
"
પરબ્રહ્મ વળી એ ‘ પરબ્રહ્મ ' નામથી ઓળખાય છે. પર' એટલે પરમ, પ્રધાન. અને તથા પ્રકારે ગૃહવ- કત્વથી સદ્ભાવ અવલંબનપણાને લીધે તે ‘ બ્રહ્મ” છે. બૃહત્ત્વ એટલે જગમાં અન્ય કાઇ પણ વસ્તુ કરતાં જે બૃહપણું-મહત્ત્પણું છે તે બ્રહ્મ. અથવા બૃહકત્વ એટલે આત્મનુ અત્યંત વૃદ્ધિ ંગતપણું-અત્યંત પુષ્ટપણું જયાં વર્તે છે તે બ્રહ્મ. આવા બૃહત્ત્વ- કત્વ વડે કરીને જ્યાં આત્મસ્વરૂપના સદ્ભાવનુ અવલખન છે, અર્થાત્ જ્યાં શુદ્ધ સહજાત્મસ્વરૂપનું વિદ્યમાનપણું વ` છે, જે સહજાત્મસ્વરૂપ છે, તે પર બ્રહ્મ છે.
"
66
બ્રહ્મ શબ્દ વૃદ્-વૃો (વધવુ, to grow ) એ ઉપરથી થયા છે, એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિના, વિશ્વના વિકાસને જેથી ખુલાસા થઇ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ ‘ બ્રહ્મ ' છે. × ×× પણ બ્રહ્મ શબ્દની એક બીજી વ્યુત્પત્તિ-જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે-તે વિચારતાં નિવિશેષ સ્વરૂપ પણ લિત થઈ શકે છે. અતિ પ્રાચીન સમયથી—ઋક્ સંહિતાના સમયથી-નૃત્ શબ્દ વિશાળ, મ્હાટુ, અનવચ્છિન્ન એ અર્થમાં વપરાય છે, અને એ શબ્દ વ્રહ્મ શબ્દના સહેાદર છે, તેથી પ્રહ્મ એટલે અનવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે. ”
—Àો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org