________________
( ૩૯૮ )
યોગદષ્ટિસમુચ્ચય તેમ કેઈ મુમુક્ષુ ભવસમુદ્રના તીરની-ભવપારની-મોક્ષની અત્યંત નિકટ હોય, ને કોઈ દૂર હોય, પણ તે સર્વને માર્ગ તો એક જ “મેક્ષમાર્ગ” છે. આમ ગુણસ્થાનકની અપેક્ષાએ દશાવિશેષ પ્રમાણે ભલે તેઓમાં દૂર-નિકટપણાનો ભેદ હોય, તે પણ મોક્ષમાર્ગને તે અભેદ જ છે. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મેક્ષમાર્ગના ભક્તો-આરાધકે-ઉપાસકે છે, સાધર્મિક બંધુઓ છે.
મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષ મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે; વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માગે છે, તથા તે સ્થિર માર્ગ છે. અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હેવાપણું છે. એ માર્ગના મર્મને પામ્યા વિના કેઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહીં.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશે ગ્રહણ થાય તો તે સો નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તો તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે, જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણમાં, ગમે તે યોગમાં જ્યારે પામશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે.” ઈત્યાદિ.
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨ પર તત્વના કથનની ઈચ્છાથી કહે છે –
संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥
ભવાતીત પર તત્વ તો, નિર્વાણ કહેવાય;
તત્ત્વથી એક જ તેહ છે, શબ્દ ભેદ છતાંય. ૧૨૯
ત્તિ –સંસાતીતત્તરદં તુ-અને સંસારાતીત તત્ત્વ તો, શું? તે કે-r-૫૨, પ્રધાન, નિજસંક્ષિત-નિર્વાણ નામનું છે, નિર્વાણ સંશા એની ઉપજી છે એટલા માટે, તાવતે નિશ્ચયે એક જ સામાન્યથી છે, નિયમ-નિયમથી, નિયમે કરીને, રમેfg-શબ્દભેદ (જેનું લક્ષણ કહેવામાં આવે છે) છતાં, તવતતત્વથી, પરમાર્થથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org