________________
(૩૭૭)
દીપાદિઃ રાગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ
વિવેચન
અને આ આશયમાં પણ ભેદ પડે છે, તેનું કારણ શું? તેનો અહીં ખુલાસો કર્યો છે કે-રાગાદિ પ્રમાણે તેવો ભેદ પડે છે. જેવા જેવા રાગ, દ્વેષ, મોહ આદિ પરિણામ
હોય છે, તે તે આશયવિશેષ-અભિસંધિ નીપજે છે. એટલે કોઈના રાગાદિથી રાગાદિ પરિણામ મંદ-મેળા હોય, કોઈના મધ્યમ પ્રકારના હોય, આશયભેદ કોઈના વધારે પડતી માત્રાવાળા-અધિમાત્ર તીવ્ર હોય. આમ એક
સરખી ક્રિયા કરવામાં પણ રાગાદિની તરતમતા પ્રમાણે આશયના ભેદ પડે છે અને આશય પ્રમાણે ફળમાં પણ ભેદ પડે છે, જેવો આશય તેવું ફળ મળે છે.
દાખલા તરીકે–કેઈ ત્રણ ગૃહસ્થ છે, ને તે દરેક એકસરખી રકમનું ધમાંદા દાન કરે છે, અથવા ધર્મસ્થાનક કે હાસ્પીટલ બંધાવે છે, પણ તેમાંનો એક કીર્તિને લાલસુ છે, નામનો ભૂખ્યો છે, લોકો હારી વાહવાહ કરશે, મહારા નામની તખ્તી ચડશે, મહારું પૂતળું બેસાડશે, એમ સમજીને દાનાદિ કરે છે. બીજો કંઈક કીર્તિભી છે, પણ સાથે સાથે સેવાભાવનાથી પ્રેરાઈને તેમ કરે છે. ત્રીજો એકાંત પરોપકાર અથે કેવળ પરમાર્થ પ્રેમથી પ્રેરિત થઈને તે જ કાર્ય કરે છે. આમ એક જ કાર્યમાં ત્રણેના રાગાદિ પરિણામ જૂદા છે, તેથી આશય જૂદા છે, અને તેથી ફળ પણ જૂદા છે. પહેલાને કીર્તિ તો મળે છે, પણ ફળ તેથી આગળ વધતું નથી; બીજાને કીર્તિ સાથે કંઈ વિશેષ પુણ્ય ફળ પણ મળે છે; ત્રીજાને પરમ પુણ્યરાશિનો સંચય થાય છે, અને જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ આનુષંગિક કીર્તિ આદિ પણ મળે છે, પણ તેની તેવા મહાનુભાવ શુદ્ધ સેવા ભાવીને પરવા પણ હોતી નથી.
તેમજ બુદ્ધિ વગેરેના ભેદથી આશયમાં ભેદ પડે છે. જે જે જેને બેધ હોય છે, તેવો તે તેનો આશય હોય છે તે બુદ્ધિ આદિ ભેદનું સ્વરૂપ નીચે કહ્યું છે.
આકૃતિ: ૧૨
મંદ
રાગાદિલ્મધ્યમ
તીવ
—–> આશયદ –
–3 નાન>બેધ | અસંમેહ
|
[। इति इष्टापूर्तान्तर्गत आशयभेदे फलभेदान्तराधिकारः । ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org