________________
દીપ્રાદષ્ટિ : સત અનુકાનનું લક્ષણ
(૩૮૨) આદર પ્રીતિ અવિશ્વ ને, સંપદ પ્રાપ્તિ તેમ;
જિજ્ઞાસા ત સેવના, સત્ કૃતિ લક્ષણ એમ. ૧૨૭ અથર–ક્રિયાને વિષે આદર, પ્રીતિ, અવિન, સંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા અને તજ્ઞની–તેના જ્ઞાતા પુરુષની સેવના-આ સતુ અનુષ્ઠાનનું ( ક્રિયાનું ) લક્ષણ છે.
વિવેચન
ઉપરમાં જે સદનુષ્ઠાન કર્યું, તેનું લક્ષણ અહીં બતાવ્યું છે. (૧) ક્રિયામાં આદર, (૨) પ્રીતિ, (૩) અવિન્ન, (૪) સંપત્તિ પ્રાપ્તિ, (૫) જિજ્ઞાસા, (૬) તસેવા, (૭) તેને અનુગ્રહ.
સદનુષ્ઠાનનું લક્ષણ ૧. કિયા આદર–ણ આદિ કરવામાં આદર એટલે કે પત્નતિશય હોય. જે ઈષ્ટ વગેરે ક્રિયા કરવામાં આવે તે બહુમાનપૂર્વક, અત્યંત આદરથી, અતિશય યત્નથી કરવામાં આવે, તે સદનુકાનનું લક્ષણ છે. ક્રિયામાં વેઠ નહિં કાઢતાં ખૂબ જાળવીને, ઉપગજાતિપૂર્વક ક્રિયા કરવી, તે સદનુકાન સૂચવે છે. દાખલા તરિકે ભક્તિ કાર્યમાં–
સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે.સુવિધિ. દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિંગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈએ રે સુવિધિ.” શ્રી આનંદઘનજી
૨. પ્રીતિ–તે ક્રિયા-અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ, અંતરંગ પ્રેમ, અભિવૃંગ-નેહરૂપ પ્રોતિ હોવી તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. કોઈ પણ ક્રિયામાં અંતરની પ્રીતિ–પ્રેમ-ઉમળકો જયાંલગી ન હોય, ત્યાંલગી તે ક્રિયા નીરસ, ફીક્કી, ને લુખી લાગે છે, વેઠ કાઢવારૂપ થઈ પડે છે. જ્યારે તેના પ્રત્યે અંતરુને પ્રેમઉલ્લાસ પ્રગટે છે, ત્યારે તે જ ક્રિયા અત્યંત સરસ, આહૂલાદક ને રોમાંચક નિવડે છે, ત્યારે આત્મા તેમાં તન્મય થઈ એકરસ બને છે. દાખલા તરિકે–પ્રભુભક્તિ કરવામાં આવે, તેમાં પ્રીતિની પ્રથમ આવશ્યકતા છે. પ્રભુ પ્રત્યે પર પ્રેમ પ્રવાહ પ્રગટે, અનન્ય પ્રીતિ જાગે, ત્યારે જ પ્રભુ ભક્તિની ઓર મજાહ-લીજજત અનુભવાય છે, ત્યારે જ જીવ પ્રભુભક્તિ માં તન્મય થઈ એકરસ પણું-એકતાનપણું અનુભવ છે
કરસ પગ_એકતાનપણું અનુભવે છે.
અજિત જિદ શું પ્રીતડી, મને ન ગમે તે બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હો બાવળ તરુ ભંગ કે અજિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org