________________
( ૩૭૨ )
યોગદષ્ટિસમુચ્ચય બ્રાહ્મણ સમક્ષ અત્વિ, કરી મંત્ર સંસ્કાર;
વેદમાંહિ દેવાય જે, ઇષ્ટ તેહ અવધાર. ૧૧૬. અર્થ –ઋવિગો દ્વારા, મંત્ર સંસ્કારો વડે કરીને, બ્રાહ્મણની સમક્ષમાં, વેદીની અંદર, જે આપી દેવામાં આવે, તે “ઈષ્ટ” કહેવાય છે.
વિવેચન
ઈચ્છાપૂર્તિમાં “ઇષ્ટ એટલે શું? તેનું સ્વરૂપ અહીં કહ્યું છે -યજ્ઞમાં જે અધિકૃત -અધિકારી બ્રાહ્ય હોય, તે “કવિ” કહેવાય છે. એવા કત્વિો દ્વારા, બીજા બ્રાહ્મણની હાજરીમાં, વેદીની અંદર મંત્રસંસકારો વડે વિધિપૂર્વક જે સુવર્ણ વગેરેનું દાન આપવામાં આવે, તે “ઇષ્ટ” કહેવાય છે. કારણ કે તેમાં “ઇષ્ટ’ શબ્દનો અર્થ બરાબર ઘટે છે. “હું અમુક દાન દેવા ઈચ્છું છું” એવા ઈષ્ટ સંક૯૫પૂર્વક યજ્ઞમાં દાન દેવાને વિધિ હોવાથી, તેને “ઈષ્ટ” નામ આપવામાં આવ્યું છે. આમાં મહાજનની સમક્ષ ઈષ્ટ દાનની ગંભીર પ્રતિજ્ઞા લેવામાં આવે છે, માટે આ “ઈષ્ટ’ છે.
અત્રે બાહા યજ્ઞમાં જે વિધિ પ્રચલિત છે તેને અનુસરીને કહ્યું છે. યજ્ઞ શબ્દ “યજ” ધાતુ પરથી નીકળે છે. એને મૂળ અર્થ “યજુ' એટલે યજવું–પૂજવું, એ ઉપરથી યજ્ઞ
એટલે ઈષ્ટ દેવનું યજન, પૂજન કરવું તે છે, અને તે પૂજનમાં અર્પણ યજ્ઞની ભાવના: કરવાની–હોમી દેવાની ભાવના હોય છે, એટલે હોમી દેવું, અર્પણ કરવું બ્રહ્મયજ્ઞ એવો બીજો અર્થ પણ થાય છે. અર્થાત્ સ્વાર્પણ બુદ્ધિથી દાનાદિ
સદનુષ્ઠાન કરવું તે યજ્ઞ. પિતાપણાની-મમત્વની બુદ્ધિ હામી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિ:સ્વાર્થપણે-નિષ્કામપણે જે કંઈ આત્મભેગ (Self-sacrifice) આપવામાં આવે, જે કાંઈ ઈષ્ટ સંકલિપત દાનાદિ દેવામાં આવે, તે યજ્ઞ ને તે જ ઈષ્ટનહિં કે અન્ય પશુ આદિને ભેગ આપવામાં આવે તે યજ્ઞ, તે તે યજ્ઞની વિકૃતિ ને વિડંબના છે. પિતાને ને પિતાની વસ્તુને ભેગ-બલિદાન આપવાની વાત જ અત્ર મુખ્ય છે. મમત્વ વિસર્જનરૂપ-આત્માંર્પણ ભાવરૂપ સાચે સ્વાર્થ ત્યાગ એ જ યજ્ઞની પાછળની પ્રશસ્ત ભાવના છે. વર્તમાનમાં પણ અપેક્ષાએ કંઈક ઉપમારૂપ તુલના કરીએ તે શિષ્ટ જનોની (બ્રાહ્મણે) સભા સમક્ષ, દાતા સદ્દગૃહસ્થો (વિગે), વ્યાસપીઠ (વેદી) પરથી, ગંભીર પ્રતિજ્ઞાવિધિરૂપ જાહેરાતથી (મંત્રસંસકારોથી) જે પિતાના ઈષ્ટ દાનને સંકલ્પ જાહેર કરે છે (announcement ), તે સમસ્ત વિધિ પણ એક પ્રકારે ઉક્ત યજ્ઞવિધિને કંઈક અંશે મળી આવે છે, તે જાણે તેની હાનકડી આવૃત્તિ સેમે લાગે છે! અતુ! આ તે બાહા યજ્ઞની વાત થઈ. બાકી ખરે પારમાર્થિક યજ્ઞ તે આંતરિક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org