________________
દીમાદષ્ટિ તત્ત્વ પ્રાપ્તિનો આગમાદિ વિવિધ ઉપાય
(૩૫૧) ઉપકારી છે, માટે તેનું પાલન કરવું એવી શાસ્ત્રજ્ઞા છે. આ આજ્ઞાને અનુસરીને સત્વશ્રાદ્ધ મુમુક્ષુ પુરુષ યથાશક્તિ અહિંસા-સત્યાદિ શીલના પાલનમાં તત્પર બને છે, અને જેમ બને તેમ પરભાવ-વિભાવનો ત્યાગ કરી આત્મસ્વભાવમાં રહેવા પ્રયત્નશીલ બને છે. આમ તે “શીલવાન” હોય છે.
અને આમ જે સતશ્રાદ્ધ શીલવાન-સંયમી હોય છે, તે પછી યેગનો અધિકારી બની ગતત્પર હોય છે, આત્મસ્વભાવ સાથે યુજનરૂપ યોગને સાધવા પ્રવર્તે છે. અને તેમ ગતત્પર થતાં તેને દિવ્ય ગીજ્ઞાનની પ્રાપ્તિથી અતીન્દ્રિય અર્થોનું જ્ઞાન થાય છે, સાક્ષાત્કાર થાય છે. શું? તે કે–
आगमेनानुमानेन योगाभ्यासरसेन च । विधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्वमुत्तमम् ॥ १०१॥
આગમથી અનુમાનથી, ગાભ્યાસ રસે ય;
પ્રજ્ઞા ત્રિવિધ જતાં, ઉત્તમ તત્વ લહે ય. ૧૦૧. અર્થ – આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસના રસથી,-એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રક૯પતાં- જતાં ઉત્તમ તત્વને પામે છે.
વિવેચન મુનિ પતંજલિ કહે છે કે- ઉત્તમ તત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રજતાં થાય છે: (૧) આગમથી, (૨) અનુમાનથી, અને (૩) યોગાભ્યાસના રસથી.” પ્રજ્ઞાને–
બુદ્ધિને આગમમાં જવાથી, આખ પુરુષના વચનમાં જોડવાથી ઉત્તમ ઉત્તમ તવ તત્વની પ્રાપ્તિ થાય છે. અનુમાન એટલે લિંગ ઉપરથી લિંગનું પ્રાપ્તિ ત્રણ જ્ઞાન, તેમાં પણ પ્રજ્ઞાને પ્રજતાં ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. અને પ્રકારે ગાભ્યાસ એટલે વિહિત અનુષ્ઠાનના અભ્યાસરસમાં પણ પ્રજ્ઞાને
પ્રજિત કરતાં ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. આમ ત્રણ પ્રકારે આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી,-એ ઉકત અનુક્રમે જ પ્રજ્ઞાને પ્રજતાં
વૃત્તિ-સામેન-આગમથી, આમવચનરૂપ લક્ષણવાળા આગમથી, અનુમાન-અનુમાનથી, લિંગ ઉપરથી લિંગીના જ્ઞાનરૂપ અનુમાનથી, નાથાણસેન -અને યોગાભ્યાસના રસથી, વિહિત અનુષ્ઠાનરૂપ યોગાભ્યાસના રસથી, ત્રિધા પ્રવાહજૂથબ્રશાં-ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રક૫તો,ઉક્ત ક્રમે જ, કારણ કે અન્યથા તો પ્રવૃત્તિની અસિદ્ધિ છે, તેથી કરીને. તે શું? તો કે-જમતે તરવમુત્તમમ્-ઉત્તમ તત્વ પામે છે –પાપ-સંમેહની નિવૃત્તિને લીધે, મૃતાદિ ભેદે કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org