________________
(૩૫૪)
યોગદષ્ટિસમુચ્ચય વિવેચન “નહિં સર્વ જૂ આજી, તેહના વળી દાસ.”—. દ. સક્ઝા. ૪-૧૪.
ઉપરમાં આગમની અથવા શાસ્ત્રની પ્રધાનતા અને તેની શ્રદ્ધા પર ખાસ ભાર મૂક્યો, તે પછી કયા શાસ્ત્રની શ્રદ્ધા કરવી ? કારણ કે શાસ્ત્રોનું પણ ભિન્નપણું છે, એમ સ્વાભાવિક પ્રશ્ન ઊઠવાનો સંભવ છે. તેનો અત્ર ઉત્તર આપે છે કે તત્વથી ધર્મવાદની અપેક્ષાએ જોઈએ તો શાસ્ત્રનો ભેદ પણ નથી, કારણ કે તેના શાસ્તામાં ભેદ નથી. પણ સ્કૂલબુદ્ધિ જનેને તેના ભેદનું અભિમાન થાય છે, તે તે તે તે નયની અપેક્ષાએ
દેશનાભેદને લીધે જ છે. આમ તે તે ધર્મ-શાસ્ત્રના પ્રણેતા જે સર્વજ્ઞ ભેદ અનેક સર્વજ્ઞો છે, તે તત્વથી–પરમાર્થથી વિચારતાં કાંઈ ભિન્ન મતવાળા, કપના અતિ ભિન્ન અભિપ્રાયવાળા નથી; તેઓમાં કઈ પણ જાતનો મતભેદ કિંવા ભક્તને મેહ અભિપ્રાયભેદ નથી. એટલા માટે તે તે સર્વોને ભજનારા જે સર્વ
ભકતો છે, શ્રદ્ધાળુ શ્રાદ્ધજનો છે, તે સર્વેમાં કઈ પણ પ્રકારના મતભેદનો અવકાશ રહેતો નથી. છતાં પણ તે તે સર્વજ્ઞના કોઈ અતિભક્ત-અતિશ્રદ્ધાળુઓ જે તે સર્વજ્ઞોમાં ભેદની કલ્પના કરે, ભિન્નતા-જૂદાઈ માને, તો તે કેવલ તે અતિભકતોનો મેહ જ–અજ્ઞાન જ છે, એમ કહેવું પડશે. કારણ કે તેઓ ભક્તિના અતિરેકમાં ને શ્રદ્ધાની અંધતામાં ધર્મઝનૂનના આવેશથી વિવેક ભૂલી જઈ તેવા પ્રકારે મિથ્યા ક૯પના કરે છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તે અનંત સર્વજ્ઞો પણ એક અભિન્ન સ્વરૂપ છે. માટે તેમાં ભિન્નતા કરવી તે માત્ર મોહનો વિલાસ છે, કેવલ બ્રાંતિ જ છે. માટે જે આરાધ્ય–ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી, તો પછી આરાધક એવા સર્વજ્ઞ ભક્તોમાં પણ કઈ ભેદ હોવો ઘટતો નથી.
પિતાના આરાધ્ય-પૂજ્ય પુરુષને સર્વજ્ઞ ને સર્વોત્કૃષ્ટ માનવાને માનવસ્વભાવ છે, માનવસુલભ નબળાઈ છે. એટલે પોતે માનેલા સર્વજ્ઞનું સ્થાન બીજા બધાથી ચઢી. યાતું છે એમ સાબિત કરવા ઈચ્છતો તે તેનું ભિન્નપણું કપવાને સહેજે લલચાય છે, અને પિતાના ઈષ્ટ દેવ પ્રત્યેના દષ્ટિરાગથી અંધ થઈ તથા પ્રકારે ભિન્ન કલપનાને આગ્રહ કરે છે. આ દણિરાગમાંથી શ્રદ્ધા-ભક્તિના અતિરેકને લીધે વધારે પડતા ઉત્સાહી અતિભક્તોને આંધળું ધાર્મિક ઝનૂન પ્રગટે છે, અને તેથી ધર્મને નામે નાના પ્રકારના ઝઘડા ઉત્પન્ન થાય છે. આમ આ ભેદકલ્પના અનિષ્ટ પરંપરાનું મૂલ થઈ પડે છે.
અભિનંદન જિન દરિશણ તરસિય, દરિશણ દુર્લભ દેવ, મત મત ભેદે રે જઈ પૂછિયે, સૌ થાપે અહમેવ.”–શ્રી આનંદઘનજી,
તરવતઃ શાસ્ત્રમેથ્ય જ શારામમેતા મદુસ્તાધિમુના સાથi તતઃ ” દ્વા દ્વા, ૨૩-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org