________________
(૩૮)
થાઇઝિસમુચ્ચય વળી બીજે વાદી પ્રકારાંતરથી-જૂદા જ પ્રકારથી તેની કલપના કરે છે. આમ જેનું જ્ઞાનાવરણ ટળ્યું નથી એવા છaોનું જ્ઞાન કલપનારૂપ (Imaginary) હોવાથી, છવસ્થાની ચિત્રવિચિત્ર કહપનાનો મેળ ખાતો નથી! ને “હું મુંડે મતિર્મિન્ના' “મગજે મગજે જૂદી મતિ' જેવું થાય છે! એક કલ્પના કરશે ઉત્તરની, તે બીજે કરશે દક્ષિણની ! Diametrically opposite! છવાસ્થને પ્રત્યક્ષ જ્ઞાન તો છે નહિં, એટલે તેને બધે આધાર વિકલ્પરૂપ કલ્પના ઉપર રાખવો પડે છે, અને કપિત જ્ઞાનથી અનેક કલ્પિત કપનાતરંગો ઊઠયા કરે છે, કારણ કે “વસ્તુસ્વભાવો ઉપરથી ઉત્તર કહે,” એ સૂત્ર પ્રમાણે સર્વત્ર જ તેવા પ્રકારે તેની સિદ્ધિ કહી શકાય છે, તે આ પ્રકારે–જેના વડે કરીને તેને અક્રિયા કરવાને સ્વભાવ છે, તેના વડે તે અર્થ ક્રિયા કરે છે,નહિં કે ક્ષણિકતાથી. અને કોઈ પણ અર્થક્રિયા તેવા પ્રકારના તે વસ્તુના સ્વભાવથી થાય છે. આ અર્થ ક્રિયાને સર્વ ભાવોમાં જ સ્વીકાર કરાય છે, અને ગમે ત્યાંથી તેવી અWક્રિયાને પ્રસંગ ઉભું કરી શકાય છે, કારણ કે તેના કારણમાં કઈ તફાવત નથી.
આમ કોઈ કહેશે કે અગ્નિ, પાણીની નિકટ હાજરીમાં, ભીંજાવે છે, કારણ કે તેને તેવા પ્રકારનો સ્વભાવ છે ! તથા પાણું, અગ્નિની નિકટ હાજરીમાં, બાળે છે–દઝાડે છે, કારણ કે તેનો તેવા પ્રકારનો સ્વભાવ છે! અથવા તે સ્વભાવનું વિચિત્રપણું હોવાથી, લેકબાધા ન ઉપજે એવા બીજા પ્રકારના પણ તથાસ્વભાવપણાની વિચિત્ર કેપના કરી શકાય છે! કારણ કે તેવા તેવા સ્વભાવને પુષ્ટ કરે એવા દષ્ટાંત માત્રનું સર્વત્ર સુલભપણું હોય છે! ગમે ત્યાંથી તેવું અનુકૂળ દષ્ટાંત મેળવવું સહેલું છે !
આવા પ્રકારે કુતર્ક કરનાર પિતાના મંતવ્યની-પિતાની કલ્પનાની સિદ્ધિ માટે હંમેશાં વસ્તુસ્વભાવને આશ્રય લે છે, અને આ વસ્તુસ્વભાવ છે એમ છેવટને જવાબ
આપી સામા માણસને નિરુત્તર કરવાને-મુખ બંધ કરવાનો પ્રયાસ દષ્ટાંતનો કરે છે ! અને ચેન ન પ્ર –ગમે તે પ્રકારથી કયાંયથી પણ તેને તે નથી પિતાની કલ્પનાને અનુકૂળ એવો સ્વભાવ મળી પણ આવે છે! કારણ
કે સ્વભાવનું વિચિત્રપણું હોય છે, અને તેને બંધબેસ્તુ દષ્ટાંત મેળવવું પણ બધેય સુલભ હોય છે ! તે મેળવતાં ઝાઝી તકલીફ પડતી નથી ! દાખલા તરીકેઅગ્નિ તો મૂળ ઉષ્ણવભાવી હાઈ દઝાડનાર છે એમ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનારો એમ સાબિત કરવાનો પ્રયાસ કરશે કે જુઓ! અગ્નિનો સ્વભાવ પાણીની હાજરીમાં ભીંજાવવાનો છે, કારણ કે હું પાણી ભીંજાવે પણ છે! તેમજ પાણીનો મૂળ સ્વભાવ શીતલ હાઈ ભીંજાવવાનો છે, છતાં કુતર્ક કરનાર એવી દલીલ કરશે કે–પાણીનો સ્વભાવ, અગ્નિની હાજરીમાં દઝાડવાનો છે, કારણ કે ઉહું પણ દઝાડે છે ! એ પ્રત્યક્ષ અનુભવ છે. કારણ કે તે તેને સ્વભાવ છે. આ રીતે વસ્તુસ્વભાવના ઓઠા હેઠળ કુતર્ક કરનાર મારી મચડીને પોતાને મનફાવતો અર્થ બંધ બેસાડે છે ! આમ દષ્ટાંતનો તોટો નથી ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org