________________
દીપ્રાષ્ટિ: વિપર્યાસ-દેહમાં આત્મબુદ્ધિથી જ સંસાર
(૩૦૧) “પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિષયસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તિ પણે કે અવ્યક્ત પણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિરધારી લે છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થ નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાંસુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થયું જ સંભવે છે. ગૃહ-કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે, અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસબુદ્ધિ છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૮. અને આવી વિપર્યાયબુદ્ધિ-ઉલટી મતિ હેવાથી, તે જીવ હિત-અહિત વિવેકમાં અંધ-આંધળા હોય છે, હિત-અહિતનું તેને ભાન હોતું નથી, એટલે તે હિત છોડી અહિતમાં પ્રવૃત્તિ કરી હાથે કરીને દુઃખી થાય છે.
" हितं हित्वाहिते स्थित्वा दुर्थीःखायसे भृशम् । વિશે તોધિ વં ગુણાચિષ્ય સુધી.
–શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન, અર્થાત હિતને છોડી, અહિતમાં સ્થિતિ કરી તું દુબુદ્ધિ અત્યંત દુઃખી થાય છે. અને તે બન્નેના વિપર્યયને તું પામ, એટલે કે અહિતને છેડી હિતમાં સ્થિતિ કર, એટલે સુબુદ્ધિ એ તું સુખી થશે.
“જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિં મળે, એવી ખોટી મતિ જીવને થાય તે તે સાચી વાટે પ્રયત્ન કરતો તે અટકે છે. મને આ વાટે સુખ નહિ મળે, સુખ તે બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતો અટકે છે. અને સત્ય સુખને અંતરાય પામે છે.આ ખોટી મતિને જ્ઞાનીઓ મિથ્યાત્વ કહે છે.”
* શ્રી મનસુખભાઇ કિ. કૃત શાંતસુધારસ વિવેચન. - એથી કરીને જ તેઓ માત્ર સાંપ્રતેશી હોય છે, વર્તમાનદશી જ હોય છે, માત્ર વર્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળનો વિચાર કરતા નથી, તે તો “આ ભવ મીઠા,
- પરભવ કેણ દીઠા” એમ માની માત્ર વર્તમાનને જ વિચારે છે. એટલે વર્તમાનદશી પરલોકને ભૂલી જઈ, વિસારી મૂકી, આ ભવાભિનંદી છો આ દેહાશ્રિત
સમસ્ત કર્તવ્યમાંજ ઈતિકર્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાંજ આંખ મીંચીને રચ્યા-પચ્યા રહે છે. અને તેમ કરતાં તે હિતાહિત-અંધ જને કૃત્યાકૃત્યનું, ગમ્યાગમ્યનું, ખાદ્યાખાદ્યનું, પિયા પેયનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહથી સર્વથા જૂદા યુદ્ધ ચૈતન્યમૂત્તિ આત્માના અભાનપણાથી, દેહઆત્માને એકત્વ અધ્યાસ રાખી તે બેભાનપણે–મોહમૂર્છાિતપણે દેહની વેઠ કર્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org