________________
(ર૯)
દીપ્રાદષ્ટિ અસત પરિણામયુકત બેધ અસત વાયેલા વિષમિશ્રિત અન્નનું દષ્ટાંત ઘટે છે. સુંદર પકવાન્ન હોય, પણ તે જે વિષથી દૂષિત હોય, તેને વિષનો સંગ લાગ્યો હોય, તો તે આખું ભજન વિષરૂપ થવાથી અસુંદર થઈ પડે છે, ભક્ષણ કરવા ગ્ય રહેતું નથી. તેમ ભવાભિનંદી જીવને પણ સ્વભાવથી સુંદર એવા શાસ્ત્ર આદિને જે કંઈ બોધ હોય છે, તે પણ તેના અસમિયા આત્મપરિણામથી દૂષિત હોવાથી, વાસિત હોવાથી, અપ્રશસ્ત થઈ જાય છે, અસુંદર થઈ જાય છે, અસત્ પરિણામરૂપ વિષથી બધી બાજી બગડી જાય છે. તે પરમ અમૃતરૂ૫ આગમબધ પણ તે અસત પરિણામવંત અધિકારી જીવને અભિમાનાદિ વિકાર ઉપજાવી વિષરૂપ પરિણમે છે.
એટલે આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે-ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલે પંડિત હોય, ગમે તેટલે દ્રવ્ય કૃતજ્ઞાની હય, ગમે તેવો આગમવેત્તા-આગમધર
શાઅવિશારદ કહેવાતું હોય, ગમે તે વાક્પટુ હાઈ વાચસ્પતિ બોધ પણ કહેવાતું હોય, ગમે તે શાબેધ ધરાવતું હોય, તો પણ તેના અબોધ પરિણામ અસત્ હોવાથી, મિથ્યા વાસનાથી વાસિત હોવાથી, તે
અજ્ઞાની જ છે, તેને તે સર્વ બોધ અબોધરૂપ જ છે. ક્ષયે પશમની તરતમતા પ્રમાણે ભલે તેનામાં તરતમ ક્ષપશમ હોય, તે પણ તેને આધાર વાસનામય બેધ હોવાથી, “વાસિત બોધ આધાર’ હોવાથી, તેને તે બાધ વાસ્તવિક રીતે અબોધ જ છે. કારણ કે“વસ્તુ વિચારે રે! દિવ્ય નયન તરે રે, વિરહ પડયે નિરધાર; તરતમ બે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પડો.” શ્રી આનંદધનજી
વળી આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યાં લગી અસત્ પરિણામની વાસના હોય છે, ત્યાં લગી ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ હોય છે, ગમે તેટલે દ્રવ્ય
શ્રુતબધ પણ અબોધરૂપ જ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- અભવ્ય સારી ભવાભિનંદીના પેઠે શાસ્ત્રો અભ્યાસીને પણ પ્રકૃતિ છોડ નથી -સાકરવાળું દૂધ પીને જ્ઞાન-ક્રિયા પણ પન્નગ (વિષધર-સાપ) નિર્વિષ-ઝેર વગરના નથી હોતા તેમ.” નિષ્ફળ (જુઓ પૃ. ૭૯). આ અભવ્યના દષ્ટાંત ઉપરથી એ સૂચિત થાય
છે કે અભવ્ય તે કદી પણ અનાદિ અસત્ વાસના છોડતું નથી, સ્વપરને ભેદ જાણવારૂપ ભેદજ્ઞાન પામી આત્મજ્ઞાન કદી પામતું નથી, તેથી તેને કદી મોક્ષ થતા નથી. તેમ અન્ય જીવ પણ-ભવ્ય પણ-જ્યાં લગી અનાદિ કુવાસના-અસત્ વાસના છોડતું નથી, જ્યાં લગી સ્વ–પરને ભેદ જાણવારૂપ ભેદ જ્ઞાન પામી આત્મજ્ઞાનને પામતે નથી, ત્યાં લગી તે પણ અજ્ઞાની હેઈ સંસારમાં રખડ્યા કરે છે. અર્થાત જયાં લગી જીવનું ભવાભિનંદીપણું ટળે નહિં ત્યાં લગી ભવભ્રમણ પણ ટળે નહિં; કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org