________________
યોગસિમુચ્ચય
( ૩૧૨ )
નાંખતા જાય છે. વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષયતૃષ્ણા વધતી જાય છે. ‘ ઇંધનથી-ખળતણથી અગ્નિ જેમ ક્ષીણ થતા નથી, તેમ વિષયેાથી કામ ક્ષીણ થતા નથી, ઉલટા વિશેષ બળવાન ખની વૃદ્ધિ પામે છે. કારણ કે અનંત વાર પ્રાપ્ત થયા છતાં જાણે કદી પ્રાપ્ત ન થયા હાય એવા ભ્રમને લીધે કામભેગાને વિષે મૂઢ જનની ઈચ્છા ઉપશમતી નથી !+ '
પછી તેને દેવાનુયાગે-સદ્ભાગ્યના ઉદયથી કાઇ સદ્ગુરુરૂપ સર્વૈદ્યના આકસ્મિક ભેટ થઇ જાય, તા તે વિષયેચ્છારૂપ ખજવાળ-ચળના સાધન-ઉપાય ( પુણ્યરૂપ ) પૂછે છે. અને તે પણ વિષયસાધનથી જ થાય એમ ઇચ્છે છે. એટલે શ્રો સદ્ગુરુ તેને કહે છે-હે ભદ્રે ! આ ખજવાળ ખજવાળ શું કરે છે? ચાલ, હું ત્હારા આ ખજવાળના મૂળરૂપ ભવરાગ જ અલ્પ સમયમાં મટાડી દઉં, આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિફલાનું તું સેવન કર, એટલે આપેાઆપ તે ખજવાળ પણ એનું મૂળ કારણ દૂર થતાં મટી જશે.
પણ તે મેહમૂઢ જીવ વળતુ એમ બેલે છે--હે મહાનુસાવ! મ્હારા એ રાગ છે! રહ્યો! મ્હારૂં તા આ મારી વિષયેચ્છાની ખજવાળ-ચળનું સાધન જોઇએ છે, તે ખણવામાંજ --તેને ખાદી નાંખવામાંજ મને તેા મીઠાશ લાગે છે, માટે તેને માધ વિષય સાધન ન આવે એવું સાધન હોય તા કડા. આમ તે વસ્તુતત્ત્વથી અનભિજ્ઞઇચ્છા અન્ત્રણ હાઈ, ભાગસાધનેામાં આસક્ત રહી, ભવરાગનું નિવારણ ઇચ્છતા નથી, અને વિષયને જ ઇષ્ટ માની તેમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમાંજ નિમગ્ન થાય છે, તેમાં જ ડૂબી જાય છે! અને આમ તેની ભાગે છાની નિવૃત્તિ થતી નથી, તે એટલે સુધી કે ઉંમર પાકી ગઇ હોય, પોતે ઘરડાખખ ખૂટ્ઠા ખેલ જેવા થઈ ગયે ડાય, છતાં વિષયાભિલાષના અતિરેકથી પુન: જુવાનીનું જોમ પ્રાપ્ત કરવાને તે ‘વાજીકરણ ’ પ્રયાગ,–ધાતુપુષ્ટિના વૈદ્યક પ્રયાગ કરે છે, રસાયન સેવે છે, ને ઘેાડા જેવી તાકાત મેળવવા ઇચ્છતા તે વિષયના ગધેડા અને છે! આશા જીણું થતી નથી, તે જ છણું થાય છે! વય જાય છે, પણ વિષયાભિલાષ જતા નથી ! !
6
+
“ નતું વચો નો વિષયામિસ્રાવ: ।’~~શ્રી રત્નાકર પચ્ચીશી
'विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवो पवर्द्धते ॥ अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ "
॥
શ્રી યશોવિજયકૃત અધ્યાત્મસાર,
66
6
આશા ન નીળો યમેવ નીળો ’–શ્રી ભતૃહર.
*
" न हि केनाप्युपायेन जन्मजातङ्कसंभवा । विषयेषु महातृष्णा पश्य पुंसां प्रशाम्यति " ॥
શ્રી શુભચંદ્રાચાર્ય છષ્કૃત શ્રી જ્ઞાનાણું વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org