________________
(૩૧૦ )
યોગદષ્ટિસમુચ્ચય તથા આરંભ-પરિગ્રહમાં પ્રવર્તે છે; પણે સુખદાયક એવા અહિંસાદિ સુકૃત્યમાં તથા
નિરારંભમાં પ્રવર્તતા નથી. તે માટે અહીં બે પ્રસિદ્ધ દષ્ટાંત રજૂ કર્યા છે – ખસ ખણનાર (1) કોઈને ખસનું દરદ હોય તેને મીઠી ખૂજલી આવે, એટલે તે જેમ ખસને ખણયા કરે છે, પણ પરિણામે તેને બળતરા જ ઊઠે છે, લાહ્યા
બળે છે. (૨) કોઢીયાને કીડા પડ્યા હોય તે અગ્નિસેવનથી-શેક વગેરેથી દૂર થશે એમ માને છે, પણ તેમ કરતાં તેને વ્યાધિ ઉલટ વધી પડે છે.
શારીરિક, માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળવ્યાકુલ જીવોને તે દુખેથી છૂટવાને બહુ બહુ પ્રકારે ઈચ્છા છતાં, તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એ પ્રશ્ન અનેક જીવને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન કેઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાંસુધી તે ટાળવાને માટે ગમે તે પ્રયત્ન કરવામાં આવે તે પણ દુઃખને ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં તેને અનુભવ્યા જ કરવું પડે.
અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનું પ્રયત્ન છે. પ્રાણી માત્રનું એવું પ્રયત્ન છતાં તેઓ દુઃખને અનુભવ જ કરતાં દષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ કોઈક પ્રાણુને પ્રાપ્ત થયા દેખાય છે, તે પણ દુ:ખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે.” ઈત્યાદિ – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪
આમ વિપર્યાસથી સુખદુઃખના સાચા સ્વરૂપનું ભાન નહિ હેવાથી ભવાભિનંદી જીવની ઉલટી પ્રવૃત્તિ હોય છે. અસત્ આચરણ હોય છે. આજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે
यथा कण्ड्रयनेष्वेषां धीन कच्छनिवर्तने ।
भोगाङ्गेषु तथैतेषां न तदिच्छापरिक्षये ॥ ८१॥ કૃત્તિ –દષ્ટાંત-કેઇ એક ખસને ખણુના દરદી હતા. ખજવાળના અતિરેકથી એના નખ જમાઇ ગયા. પછી રેતાળ ભૂમિમાં નિવાસને લીધે તેને ખજવાળ દૂર કરવા માટે કેમે કરીને તણખલું મહું નહિં. ત્યાં ભિક્ષાપુટિકા (કોળી) વગેરે સાથે જેણે તૃણનો પૂળે લીધે હતો એવા વિદ્ય પથિકનું તેને દર્શન થયું. તેની પાસે તેણે એક તૃણ માંગ્યું ને એણે તેને તે દીધું. એટલે તે હૃદયમાં પરતુષ્ટ
અને તાષ પામી ચિંતવવા લાગ્યો-અહા! આ ખરેખર ધન્ય છે ! કે જેની પાસે આટલા બધા ખજવાળવાના કંથને (સાધનો ) છે ! પછી તેણે તેને પૂછયું-વારુ, આ આમ આટલા બધા કયાં મળે છે? તેણે કહ્યું –-લાટ દેશ આદિમાં. ત્યારે એનું શું પ્રયોજન છે ? તેણે કહ્યું-બસની ખજવાળ દૂર કરવાનું (કછૂક વિદ). પથિક-જે એમ છે તે આનું શું કામ છે? હું હારી ખસને જ સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org