________________
( ૩૦૮ )
યોગદષ્ટિસમુચય કુકૃત્ય કૃત્ય ભાસે સદા, કૃત્ય અકૃત્ય જ તેમ;
દુખમાં સુખબુદ્ધિ ધરે, ખસ ખણના જેમ. ૮૯ અર્થ–એઓને કુકૃત્ય સદા કૃત્ય ભાસે છે, તેમજ કૃત્ય અકૃત્ય જેવું ભાસે છે, અને ખસને ખણુનારા વગેરેની જેમ તેઓ દુઃખમાં સુખબુદ્ધિથી આકર્ષાયેલા હોય છે.
વિવેચન અતિ મોહમૂઢ એવા ભવાભિનંદી જીવોની વિપર્યાસ મતિ ઉલટી બુદ્ધિ કેવા કેવા પ્રકારે વ્યક્ત થાય છે, તે અહીં બતાવ્યું છે–હિંસા, આરંભ વગેરે જે દુષ્ટ કૃત્ય છે,
કુકૃત્ય છે, અકૃત્યે છે, તે તેઓને મન સદા કૃત્યરૂપ, કરવા યોગ્ય કૃત્યાકૃત્ય લાગે છે! અને અહિંસા, અનારંભ વગેરે જે શિષ્ટ કૃત્ય છે, સુકૃત્ય વિમૂતા છે, તે તેઓને અકૃત્યરૂપ, નહિં કરવા યંગ્ય લાગે છે! આમ હોવાથી
તેઓ દુઃખને સુખ માની બેસે છે, અને તેવી મિથ્યા સુખબુદ્ધિથી આકર્ષાઈને તેઓ તે દુઃખમાં જ પ્રવૃતિ કરે છે, રાચે છે, તન્મય થાય છે! જેમ ખસવાળો મનુષ્ય ખસને ખણવાથી સુખ માને છે, અને તેથી ખણવાની પ્રવૃત્તિ કર્યા કરે છે તથા જેને કીડા પડ્યા હોય એવો કઢી અગ્નિના સેવનથી સુખ માની તેમાં પ્રવૃત્તિ કરે છે; તેમ આ વિપરીત મતિવાળા ભવાભિનંદી પણ દુઃખમય સંસારમાં કૃત્યાકૃત્યનું ભાન ભૂલી જઈ દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં પ્રવર્તે છે, અને સુખકારક એવા અહિંસાદિ સુકૃત્યથી નિવતે છે !! એ અતિ આશ્ચર્યકારક વિષમ ઘટના છે !
અને આ આશ્ચર્યકારક વિષમ ઘટનાનું કારણ પણ આ છે, કે આ જીવને સુખના સાચા વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે,
પણ તેઓ સુખનો સાચો માર્ગ જાણતા નથી, ને દુઃખના માર્ગને દ:ખમાં સુખ, સુખને માર્ગ માની બેસી-ક૯પી બેસી તેને પકડે છે. અનાકુલતા એ બુદ્ધિ! સુખનું લક્ષણ છે, આકુલતા એ દુઃખનું લક્ષણ છે. પ્રાણાતિપાત–હિંસા,
અસત્ય, ચેરી આદિ અનાર્ય કાર્યો આકુલતાના કારણરૂપ હેઈ દુઃખના કારણ છે. કારણ કે જે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, અબ્રાચર્યરૂપ દશીલ સેવે છે, પરવ્ય ગ્રહણ કરે છે–હરે છે, તે સ્થલ દષ્ટિએ ઉપલક રીતે જોતાં પણ પિતે અપરાધી હોઈ, નિરંતર આકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત દુઃખી થયા કરે છે-એ સર્વ કેઈના સતત પ્રત્યક્ષ અનુભવ છે. તે હિંસા-ચેરી આદિ કરનારને અંતરમાં કદી પણ શાંતિ હોતી નથી, હાય! કદાચ પકડાઈ જઈશ તો!-એમ સદાય ફફડાટ રહ્યા કરે છે. તેથી ઉલટું જે પ્રાણાતિપાત નથી કરતા, અસત્ય નથી બોલત, ચારી નથી કરતો, દુશીલ નથી સેવતો, પરદ્રવ્ય નથી રાહત, તે પિતે નિરપરાધી હોઈ, નિરંતર નિરાકુલ રહ્યા કરે છે, ને તેથી અત્યંત સુખી વત્ય કરે છે. અહિંસક, સત્ય વકતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org