________________
દીમદષ્ટિ: દુઃખમય આર ભ-પરિગ્રહની બલા
( ૩૦૯)
સુશીલ પુરુષને અંતરમાં સદાય શાંતિ હોય છે-નિરાંત હોય છે. આ સર્વ કેઈને પ્રત્યક્ષ વાનુભવ છે. પણ આ જીવે તો વિપર્યાસને લીધે ઉલટી બુદ્ધિ ધરી છે, ને તેથી તે ઉલટ માર્ગ પકડે છે. તે હિંસા આદિ કરીને સુખ પામવાની ઈચ્છા રાખે છે. તેથી સુખને માટે ઝાંવા નાંખતો તે બિચારે દુઃખી થાય છે! અને અહિંસાદિ સુખને માર્ગ છોડીને હિંસાદિ દુઃખને માર્ગ પકડી સુખ પામવાને ફાંફાં મારે છે, પણ સુખથી બ્રણ થઈ દુઃખ જ અનુભવે છે ! આ જીવને જવું છે ઉત્તર ભણી, ને પકડે છે દક્ષિણને માર્ગ! આ જીવને જોઈએ છે સુખઅમૃત, પણ પીએ છે દુખવિષ!
તેમજ આરંભ એ પ્રગટ આકુલતાનું કારણ છે અને નિરારંભ પ્રગટ નિરાકુલતાનું કારણ છે. જેટલી આરંભ ઉપાધિ, તેટલી આકુલતા ને દુઃખ જેટલી નિરારંભ નિરુપાધિ, તેટલી
નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષસિદ્ધ એવી નિવિવાદ વાત છે. છતાં વિપર્યાસ આરંભ એ બુદ્ધિવાળે જીવ એથી જ ઉંધું કલ્પી ઉંધું જ પ્રવર્તન કરે છે, ઉલટુંજ દુઃખ આચરણ કરે છે. તે તો એમ જ સમજે છે કે આરંભ સમારંભ કરવાથી
મને સુખ સાંપડશે. એટલે તે હિંસાપ્રધાન કૃ–આરંભે આદરી, પાપાચરણ આચરી, પાપ પાર્જન કરે છે, પાપની કમાણી કરે છે. દાખલા તરીકે-તેણે ધનમાં સુખ માન્યું છે, એટલે ન કાળ ગમે તે પ્રકારે તે ધન મેળવવા માટે તે નાના પ્રકારના મહાપાપી કર્માદાની ધંધા-આરંભ આદરે છે. જેમકે-અગ્નિકર્મ, વનકર્મ, શટકર્મ, ભાટક કર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વિષ વાણિજ્ય ઈત્યાદિ.૪
અને જેમ જેમ આરંભ વધે છે, તેમ તેમ આરંભને મિત્ર પરિગ્રહ પણ સાથોસાથ વૃદ્ધિ પામે છે. આ નામચીન “પરિગ્રહ” પણ પોતાના નામ પ્રમાણે, જીવને “પરિ’
એટલે ચોતરફથી રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તે આ પરિગ્રહની “ગ્રહ” (ભૂત અથવા દુર્ણ ગ્રહ અથવા મગર) જેવા પરિગ્રહની જીવ બલા પર જકડ-પકડ એવી તે મજબૂત હોય છે, કે તેમાંથી જીવને છૂટવા
ધારે તે પણ છૂટવું ભારે પડે છે. તે પરિગ્રહ-બલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાયે આરંભનારા અથવા મોટી મોટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનનો આ રોજનો જાતિઅનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા તે બાપડાઓને રાતે નીરાંતે ઊંઘ પણ આવતી નથી. આમ જીવે હાથે કરીને હેરેલી આરંભ ઉપાધિ જીવને પોતાને જ પરિગ્રહરૂપ આકુલતા ઉપજાવી દુઃખનું કારણ થઈ પડે છે ! હાથના કર્યા હૈયે વાગે છે ! ભેંસના શીંગડા ભેંસને જ ભારી પડે છે!
આમ દુઃખમાં સુખબુદ્ધિથી ખેંચાઈને આ જ દુઃખદાયક એવા હિંસાદિ કુકૃત્યમાં
x “इंगाली वण साडी भाडी फोडी सुवजए कम्मं ।
વાર્ષિ વેવ અંતસ્ત્રાવિવિઘં . – શ્રી પ્રતિક્રમણ સુવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org