________________
(૨૬)
યોગદસિમુશ્ચિય
કરમાં ઘટપાત્ર લઈને ભીખ માંગતે ફરે છે ! વિષયતૃષ્ણ છીપાવવા માટે મૃગતૃષ્ણ પાછળ ડે છે પણ પોતામાં જ રહેલી આત્માની અનંત બદ્ધિને તે ઉલંઘી જાય છે! ભાવનગરમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટપાત્ર વિષયબુભુક્ષુ ભીખ માંગત, ભમે દિવસ ને રાત્ર.”—મનંદન (ઉં. ભગવાનદાસ )
તે દીન હોય છે. તે સદાય અકલ્યાણદશ, હંમેશાં ભૂ ડું જ દેખનારો (Pessimistic) હોય છે. તે દીન, ગરીબડ, રાંક જેવો થઈ સદા અકલ્યાણ દેખે છે,
બૂરૂં જ જુએ છે, નિરાશાવાદી જ હોય છે. હાય ! આ મહારા આ દીન-મત્સરવંત ઠીબડામાં રહેલું વિષય કદન્ન ચાલ્યું જશે તો? કઈ ઉપાડી જશે ?
કોઈ પડાવી લેશે તો? એમ ઇંદ્ર જેવા પુરુષ પ્રત્યે પણ સદા આશંકા રાખતે હોઈ તે બાપડો-બિચારો સર્વત્ર અકલ્યાણ-અમંગલ દેખતે ફરે છે, સર્વત્ર ભયદશી હેઈ, યાકુલ રહી, નિરંતર ફફડાટમાં રહ્યા કરે છે, અને હાથે કરીને દીન, લાચાર બિચારો, બાપડો, રાંકે થઈને ફરે છે. કારણ કે કલ્યાણમૂત્તિ એવા સહજામસ્વરૂપનો તેને લક્ષ નથી.
વળી આ ભવાભિનંદી જીવ મસરવંત–અદેખો હોય છે. એટલે તે પરની ગુણસંપત્તિ પ્રત્યે શ્રેષવાળા હોય છે. પારકાનું ભલું દેખી કે પારકાનો ગુણ દેખી તેને મનમાં બળતરા થાય છે, આગ ઊઠે છે, પરસુખે તે દુઃખી થાય છે. કારણ કે તેને મન તુચ્છ સાંસારિક વિષયનું માહાભ્ય ભાસ્યું છે, તે સાંસારિક વિષયથી રીઝે છે; ને પિતાને પ્રાપ્ત ન થયેલા, પણ બીજાને પ્રાપ્ત એવા વિષયાદિ સુખ દેખી, અથવા પરના પ્રશસ્ત શુભ ગુણ દેખી, તેને મનમાં ઈષ્ય ઉપજે છે કે–આ લઈ ગયો ને હું રહી ગયે. આ પુણ્યષી ને ગુણવેષી તે હોય છે.
તે ભયવાનું હોય છે. તે સદા ભયાકુલ રહ્યા કરે છે. આ લોક પરલેક સંબંધી ભય, વેદના ભય, અશરણભય, અગુણિમય, મૃત્યમય, આદિ ભય તેને નિરંતર સતાવ્યા
કરે છે, ડરાવ્યા કરે છે. હાય ! આ મહારું લૂંટાઈ જશે તો ! હાય ! ભયા
મને વેદના આવી પડશે તો ! હાય! મહારું મૃત્યુ આવી પડશે તો ! શકે-અજ્ઞ ઈત્યાદિ પ્રકારે તે સદાય ભયથી ફફડતો રહે છે, કારણ કે પરમ નિર્ભય
એવા શાશ્વત આત્મસ્વરૂપનું તેને ભાન નથી.
તે શઠ એટલે માયાવી, કપટી હોય છે. જગતને છેતરવાનો, જગતની આંખમાં ધૂળ નાંખવાને તે પ્રયાસ કરે છે. તેની મન-વચન-કાયાની એકતા હોતી નથી, મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ–એમ તેના ત્રણે ભેગની વંચકતા હોય છે. તે પિતે દુર્ગુણ છતાં સગુ દેખાવાનો ડોળ કરે છે, દંભ કરે છે! તેની ચેષ્ટા દાંભિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org