________________
બષ્ટિ આત્માથે જ સાધન સેવન
(૩૧) બંધનને અર્થ થાય છે. મૂઢ જનને જેમ સ્ત્રી-પુત્રાદિ સંસાર હોય છે, તેમ સાગ રહિત-અધ્યાત્મરહિત વિદ્વાનોને પણ શાસ્ત્ર સંસારરૂપ થઈ પડે છે !!
તે જ પ્રકારે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અત્યંતર સાધન પણ જે કરંજનાથે કરવામાં આવતા હોય, અથવા ઈષ્ટ સાધ્ય લક્ષ્યને ભૂલી જઈ સાધનની ખાતર સાધન કરવામાં આવતા હોય, અથવા સાધનને સાધ્ય માની સેવવામાં આવતા હોય, તે તે પણ બંધનરૂપ બને છે. શ્રી રત્નાકરપચીશીમાં કહ્યું છે કે –
"वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय ।
वादाय विद्याध्ययनं च मेऽभूत् , कियब्रुवे हास्यकरं स्वमीश ॥"
આમ જાણતો હોઈ આ મુમુક્ષુ પુરુષ તે તે ઉપકરણને ઉપકરણરૂપે આરાધે છે, તે તે સાધનને સાધનરૂપે સેવે છે, અને તેમાં મમત્વરૂપ ઈચ્છા-પ્રતિબંધ કરી તેને બંધન
બનાવતો નથી, કારણ કે તે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, આત્માથે જ જપ, તપ, વ્રત, શાસ્ત્ર આદિ આત્યંતર ઉપકારી સાધનોને પણ કેવળ સાધન સેવન આત્માથે જ સેવે છે, શુદ્ધ આત્મસિદ્ધિને સતત નિશ્ચય લક્ષ્ય રાખી
આરાધે છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય છે, તેમ આ આત્માથી મુમુક્ષુ પુરુષને નિરંતર લક્ષ શુદ્ધ આત્મારૂપ પરમાર્થ પર જ હોય છે, આમ હેવાથી એને ઉપકરણ વિષયમાં કઈ પણ વિઘાત ઉપજતો નથી, ઈચ્છા પ્રતિબંધરૂપ વિન્ન નડતું નથી.
તેમ જ આ મુમુક્ષુ પુરુષ સાવઘ પરિહાર કરે છે, સર્વ પાપકર્મનો ત્યાગ કરે છે, નિષિદ્ધ આચરણ કરતો નથી. એટલે તે અઢાર પાપસ્થાનક પ્રયતનપૂર્વક વર્જે છે. આથી કરીને પણ તેને યોગસાધનમાં અવિઘાત હોય છે, ઈચ્છા પ્રતિબંધ રહિતપણું હોય છે, કોઈ પણ વિઘ નડતું નથી. તે નિર્વિધ્રપણે, નિરાકુલપણે ગસાધના કર્યા કરે છે.
અને આ યોગસાધનનો અવિઘાત મહદયરૂપ ફળવાળો છે. એટલે આ નિર્વિઘ યેગસાધનથી મુમુક્ષુને મોટો અસ્પૃદય-પુણ્યદય પ્રાપ્ત થાય છે, તેમજ નિઃશ્રેયસ–મેક્ષની સિદ્ધિ સાંપડે છે. આ મહાદયવાળે સુયશ તેને મળે છે ! “વિઘન ઈહ પ્રાયે નહીં જ, ધર્મ હેતુમાં કેય; અનાચાર પરિહારથી જી, સુયશ મહદય હાય રે જિનજી! ધન”–શ્રી ૦ ૮૦ સ૦ રૂપ
* “पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् ।
વિટુપ શાસ્ત્રસંસાર સઘોષતારમનામ્ ”—- ગબિંદુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org