________________
જીગદષ્ટિ : “ધર્મપ્રેમ એ જ સાચો પ્રેમ છે,–“જે જ્યાંની તે ત્યાં રહીછ'
(૨૧)
* બાકી બીજા બધા કહેવાતા સ્વજન-સંબંધી તો દેહના સંબંધી હોઈ, દેહ નષ્ટ થતાં તેની સાથે જ નષ્ટ થાય છે, દેહ પર્યાય છૂટી જતાં તે તે સંબંધ પણ છૂટી જાય છે. સ્વજનાદિ તે મૃતદેહને બાળી-જાળી મશાનમાંથી પાછા વળે છે, સનાનસૂતક કરી, દાડા–પવાડો કરી, થડે વખત સાચ-ટે સ્વાર્થમય ખેદ કરી, મરનારના નામની મોટી પિક મૂકી પોતાના સ્વાર્થને રડતા રહી, થોડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે ! અરે ! એટલું જ નહિં, પણ કેટલીક વાર તે મરનારના નામે, મરનારની મિલકત માટે અનેક પ્રકારના ઝઘડા કરે છે, કોર્ટ-કજીઆ ઊભા કરે છે, ને મરનાર પાછળ ભવાડા કરી તેના નામને જગબત્રીશીએ ચઢાવે છે! ફજેતી કરે છે ! સાક્ષરવર્ય શ્રી સ્વ. મનસુખભાઈએ વેધક શબ્દોમાં આ અંગેને આબેહૂબ ચિતાર ખડે કર્યો છે કે –
ચેતન ! તારા જવા પછી એ શું કરે છે? તું જે તેઓને માટે આ ભવ ધૂળ ઘાલી રા, ખપે, તેનું તો ગમે તે થાઓ; સારી ગતિ થાઓ કે માઠી ગતિ થાઓ, તેને તે તેઓને વિચાર પણ નથી. પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગફાડ કરે છે, તે વહેંચી લે છે, તે વહેંચણીમાં તોફાન કરે છે, કેઈને ઓછું મળે છે, કોઈને વધારે મળે છે, આથી વિરોધ થાય છે. કોઈ તને જશ આપે છે, કઈ તારાથી ચેડાં કાઢે છે. આમ પછવાડે તારા પ્રતિ વીતક થાય છે, વીતે છે. પિતાનું સુખ ગયું જાણું સ્ત્રીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામનો છેડે તાણે છે. પુરુષો પણ તારા સંબંધરૂપ નામ યાદ કરી, કોઈ ભાઈ કહી, કઈ બેટા કહી, તને લાંબા સાદે યાદ કરે છે, પણ કેઈ એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ? તું કઈ ગતિમાં પડ્યો ? તારું શું થયું ? તું સુખી છે કે દુઃખી? એનો ચેતન ! કોઈ વિચાર કરતું નથી. ” ( ઈત્યાદિ – શાંતસુધારસ વિવેચન, મૃત્યુ સુધારક બોધ, પૃ. ૪૬.
“ આપ મુઆ પીછે, ડૂબ ગઈ દુની આ.” –સંત કબીરજી,
આમ પિતા પોતાના સ્વાર્થને આશ્રીને જગતમાં સર્વ કે પ્રીત-સગાઈ કરે છે, પણ તે બધી પ્રીત-સગાઈ સાચી નથી–બેટી છે, માયાજાલરૂપ છે, એ સપાધિક પ્રીતમાં કાંઈ માલ નથી-કાંઈ કિંમત નથી. ખરી પ્રીત-સગાઈ તો નિરુપાધિક છે, સ્વાર્થ આદિ ઉપાધિથી રહિત છે, કેવળ પરમાર્થ પ્રેમમય છે. “પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય,
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન બાય –ષભ. શ્રી આનંદઘનજી * " प्रतापापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः श्लथितमथ पुटेन वपुषा । प्रवृत्तं तद्रव्यग्रहणविषये बांधवजनैर्जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥"
શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ,
૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org