________________
દીપ્રાપ્તિ વૈરાગ્ય ભાવના-દુઃખમય સંસાર સ્વરૂપ
( ૨૪૯ )
છે, અને તે અત્યંત નીરસ નીવડે છે. આ શરીર રાગથી આક્રાંત થયેલુ` છે, યોવન જરાથી આક્રાંત છે, અશ્વ અંતે વિનાશ છે, અને જીવનના અંતે મરણુ છે. ઇંદ્રિય વિષયથી ઉપજતા એવા ક્ષણભંગુર સુખમાં રતિ કરીને ત્રિભુવન નષ્ટ થયુ છે. આ વસ્તુ-માત્ર પ્રતિક્ષણે વિનશ્વર છે, તે જાણતાં છતાં તું જાણતેા નથી ! તે હે મૂઢ! ત્હારા કેવા ગ્રહ છે કે જેનુ એસડ નથી ! જે પૂર્વે દ્વારા શત્રુઓ હતા તે આ જન્મમાં કર્મવશે હારા મધુએ અન્યા છે ! અને પૂર્વ જન્મમાં જે હારા બંધુએ હતા, તે આ જન્મમાં હારા શત્રુપણે ઉપજ્યા છે! જેમ દેશાંતરથી આવીને પક્ષીઓ વૃક્ષમાં વાસ કરે છે, તેમ પ્રાણીઓ જન્માંતરથી આવીને કુલરૂપ વૃક્ષમાં વસે છે. પછી પ્રભાત થતાં આ પંખીએ જેમ ઝાડને છાડીને પોતપાતાની દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ પ્રાણીએ પણ આયુપૂર્ણ તારૂપ પ્રાત:કાળ થતાં પાતાતાના કર્મ પ્રમાણે જૂદી જૂદી ગતિમાં ક્યાંય ચાલ્યા જાય છે! આમ આ બધાય પંખીમેળા છે. છતાં પ્રાણીઓનુ આ વિચિત્ર ચરિત્ર તા જુએ ! શરીર શીણું (છણું) થાય છે, પણ આશા શીણું થતી નથી ! આયુષ્ય ગળે છે, પણ પાપમુદ્ધિ ગળતી નથી! મેહુ સ્ફુરે છે, પણ આત્મા સ્ફુરતા નથી ! ખરેખર ! આયુ+ તા વાયુના તરંગ જેવું તરલ-ચંચલ છે, સ`પદાએ આપદાઓ સાથે જોડાયેલી છે, સ ઇંદ્રિય વિષયેા સધ્યાસમયના વાદળાના રંગ જેવા છે, મિત્ર-સ્ત્રી-સ્વજનાદિના સંગમનું સુખ સ્વપ્ન-ઇંદ્રજાલ સમાન છે. તેથો આ સસારમાં એવી તે કઈ વસ્તુ છે કે જે સંતજનેાને આનંદનું કારણ થાય ?
આ ત્રિભુવનમાં એવા કાઇ પણ શરીરધારી નથી કે જેના કંઠમાં કૃતાન્તનેા પાશ નહિ આવી પડે, યમ–કેસરીના પાછા ન ઠેલાય એવા પગલાં જ્યારે પડે છે, ત્યારે મહામહેનત કરતાં દેવાથી પશુ પ્રાણી રક્ષી શકાતા નથી, તેા પછી માનવ-ક્રીડાનું શું ગજું ? '
Jain Education International
“ જન્મ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તા; કર્યાં કં સહુ અનુભવે એ, કેાઇ ન રાખણુહાર તા. શરણુ એક અરિહંતનુ એ, શરણુ સિદ્ધ ભગવત તા; શરણુ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણુ ગુણવત તા.”
શ્રી વિનયવિજયજીકૃત શ્રી પુણ્યપ્રકાશ સ્તવન
*" आयुर्वा युतरन्तरं गतरलं लग्नापदः संपदः,
सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्तेंद्रजालोपमम्, तत्किं वस्तु भव भवेदिह मुदामालम्बनं यत् सताम् ॥ શાંતસુધારસ (જીએ શ્રી મન:સુખભાઈ કીરત્ચ દ્રષ્કૃત વિવેચન )
39
For Private & Personal Use Only
www.jainelibrary.org