________________
(૨૬૨)
યોગદષ્યિસમુચ્ચય ૧ તત્વનો નિર્ણય કરવામાં ન્યાયવેત્તાઓ પ્રથમ તો (ગ) સાધ્ય નક્કી કરે છે, સાધના સ્વીકારરૂપ અમુક પક્ષ સ્થાપે છે, અને તે પ્રત્યક્ષ આદિથી અબાધિત એ
હોય છે. તે હેતુને વિષય પ્રકાશે છે, માટે તેનો પ્રયોગ કર જોઈએ, સાથ્ય, હેત નહિં તો લક્ષ્ય વિનાના બાણ જેવી સ્થિતિ થઈ પડે, એમ તેઓ અને દષ્ટાંત જાણે છે. (૨) આમ સાધ્ય નિશ્ચિત કરી તેઓ તેને હેતુ વિચારે
છે. સાયને અવિનાભાવી, એટલે સાધ્યને સાધ્યા વિના ન રહે-અવશ્ય સાધે જ, તે હેતુ કહેવાય છે. સાધ્ય અને હેતુને સંબંધ અવિનાભાવી એટલે કે એક બીજા વિના ન ચાલે એવો છે. તથા પ્રકારે ઉપપત્તિથી અને અન્યથા પ્રકારે અનુપપત્તિથી, એમ બે પ્રકારે હેતુના પ્રગવડે કરીને સાધ્યની સિદ્ધિ થાય છે. આમ અન્યથા અનુપપત્રપણું એટલે કે આ જ પ્રકારે ઘટે, બીજા પ્રકારે ન ઘટે, એ હેતુનું લક્ષણ છે. તેની અપ્રતીતિ, સંદેહ કે વિપર્યાલ હોય, તો હેત્વાભાસ કહેવાય છે. તે હેત્વાભાસને આ વિચક્ષણ પુરુષો પ્રયત્નથી વજે છે. () આમ હેતુવડે સાધ્યની સિદ્ધિ કરી, તેઓ તેની દષ્ટાંતથી પુષ્ટિ કરે છે. જેમાં સાધન-સાધ્યની વ્યક્તિ વિશેષ કરીને સંબંધમરણથી વિનિશ્ચિત કરવામાં આવે તે, સાધચ્ચેથી દષ્ટાંત છે, અને જ્યાં સાથ નિવૃત્ત થતાં સાધનનો પણ અસંભવ કહેવામાં આવે, તે વૈધમ્મથી દષ્ટાંત છે. અંતર વ્યાપ્તિથી જ સાધ્યની સિદ્ધિ હેય, તે બાહ્ય ઉદાહરણ સાર્થક છે, નહિં તે તેને અભાવે વ્યર્થ છે. (૩) આવા દષ્ટાંતથી પુષ્ટિ કરતાં આ ન્યાયવિશારદે અસિદ્ધ, અપ્રતીત, અન્યથપપન્ન, વિરુદ્ધ, ને અનેકાંતિક એવા સામ્યથી ઉપજતા દષ્ટાંત દોષ આવવા દેતા નથી, તેમજ અપલક્ષણ હેતુથી ઉપજતા સાધ્યવિકલ વગેરે દેશે પણ આવવા દેતા નથી, અને વધર્યથી ઉપજતા દષ્ટાંતોષ દરથી પરિહરે છે. આમ આ વિચક્ષણ જનો અનુમાન પ્રમાણથી નિર્દૂષણ એવા સમ્યક હતુવડે સાયની સિદ્ધિ કરી, ને નિર્દોષ દષ્ટાંતથી તેની પુષ્ટિ કરી, તવનું અસ્તિત્વ સ્થાપે છે.
૨. તત્ત્વનિર્ણયમાં બીજી વસ્તુ તત્ત્વનું સ્વરૂપ વિચારવાની છે. એટલે તત્ત્વનું સ્વરૂપ-વલક્ષણ શું છે? તેના સામાન્ય-વિશેષ ગુણ શું છે? એને તેઓ વિચાર કરે છે. પ્રત્યેક વસ્તુ અનેકાંતસ્વરૂપ છે. તેના એક દેશને-અંશને ગ્રહણ કરે તે નય કહેવાય છે. “તે એકનિષ્ઠx ની શ્રુતમાર્ગમાં પ્રવૃત્તિ થકી, સંપૂર્ણ અર્થને વિનિશ્ચય કરાવનારૂં
*" साध्याविनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ॥ अन्यथानुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् । तदप्रतीतिसन्देहविपर्यासैस्तदाभता ॥"
ઈત્યાદિ, (વિશેષ માટે જુઓ) શ્રી સિદ્ધસેન દિવાકરકૃત શ્રી ન્યાયાવતાર. +" साध्याविनाभुवो लिङ्गात्साध्यनिश्चायकं स्मृतम् । ૩નનુમાનં તરસ્ત્રાતં પ્રમાણાત્ સમક્ષવત્ . ” --ન્યાયાવતાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org