________________
દીમાણિઃ “ ભૂગી ઇલિકાને ચટકાવે'-તીર્થંકરદર્શન
(૨૫૯) કરનાર પોતે જ દયેય એવા પરમાત્મસ્વરૂપ થઈ જાય, બેયની સમાપ્તિ થાય અને સાધ્યની અખંડ સિદ્ધિ સાંપડે. પરમેશ્વર અવલંબને રેમનો ધાતા ધ્યેય અભેદ રે ભવિ.
ધ્યેય સમાપતિ રે...મન સાધ્ય સિદ્ધિ અવિચ્છેદ રે ભવિ. ”—શ્રી દેવચંદ્રજી “તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છે, તેથી જાયે સઘળા હે પાપ, યાતા ધ્યેય સ્વરૂપ હોય છે .”–શ્રી યશોવિજયજી
આમ દ્રવ્યના-તત્વના સાધચ્ચેથી અંતરાત્માને પરમાત્માની સમાપ્તિ થાય છે, અર્થાત્ સભ્યપ્રકારે તદ્રુપતાપતિ, તપણું, તન્મયપણું થાય છે, કારણ કે જે જેને ધ્યાને તે તેવો થાય, એ નિયમ છે. અત્રે ભમરી ને ઇયળનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. ઈયળ ભમરીનું ધ્યાન ધરે છે, તે ઈયળ ભમરી બને છે. શ્રી આનંદઘનજીએ પરમ ભાલાસથી લલકાર્યું છે કે – “જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હવે રે; ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે.પદ્દરિશણ જિન અંગ ભણજે.
શ્રીમદ્ રાજચંદ્રજી આ વચનોનો ઉત્તમ પરમાર્થ સમજાવતાં કહે છે કે–“જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કઈ જિનને એટલે કૈવલ્ય જ્ઞાનીને, વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુકત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે. ” “દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ થાય, તેહને સહી દેવચંદ્ર પદ થાય રે.....
જિદા તેરા નામથી મને ભીને.” “પરમગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી.”–શ્રી દેવચંદ્રજી.
આમ સમાપતિ આદિ ભેદથી આ તીર્થકરદર્શન-પરમાત્મદર્શન ગુરુભક્તિના પ્રભાવથી સાંપડે છે એમ કહ્યું છે. અર્થાત ગુરુભક્તિના પ્રભાવથી ઉપાર્જેલા પુણ્યપરિપાકથી
ઉપરમાં વિવર્યું તેમ સમાપત્તિથી પરમાત્મદર્શન થાય છે, અથવા ગુભકિતથી તીર્થકર નામકર્મ બંધાય છે, તેને ઉદય થાય છે, અને તીર્થકરતીર્થકર દર્શન ભાવની પ્રાપ્તિ થાય છે. અને આમ પણ તીર્થકરદર્શન-પરમાત્મ
દર્શન સાંપડે છે. આ તીર્થકરદર્શન-પરમાત્મદર્શન જ નિર્વાણનું એક નિબંધન અર્થાત મોક્ષનું અદ્વિતીય કારણ છે. તે પ્રાપ્ત થયા વિના કદી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org