________________
દીયાષ્ટિ : અતશ્રવણ ખારૂં જલ-તત્ત્વશ્રુતિ મધુર જલ
(૨૫૧)
4
ચાર ગતિરૂપ જ્યાં મેાટા આવર્તા છે અને દુ:ખરૂપ દાવાનલ જ્યાં પ્રાવલી રહ્યો છે, એવા આ ભવસાગરમાં પ્રાણીઓ બિચારા નિર્દંતર ભમી રહ્યા છે. એક રૂપ છેડીને ખીજા ગ્રહણ કરતા આ યંત્રવાહક જીવ, રંગભૂમિ પર નાટકીઆની જેમ નિર ંતર નવનવા વેષ ધારણ કરી, આ ભવમંડપમાં નાટક નાચી રહ્યો છે. દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવ એમ પાંચ પ્રકારના પરાવર્ત્ત નાવડે આ સંસાર દુ:ખથી ઠાંસી ઠાંસીને ભરેલા છે. અનાદિ કાળથી ભ્રમણ કરતા આ જીવે ત્રસ-સ્થાવર ચેાનિએમાં સની સાથે સર્વ સંબધા પ્રાપ્ત કર્યા છે. દેવલેાકમાં કે મનુષ્ય લેાકમાં, તિર્યંચમાં કે નરકમાં એવી એક પણ યાનિ નથી, એવું એક પણ રૂપ નથી, એવા એક પણ દેશ નથી, એવુ એક પણ કુલ નથી, એવુ' એક પણ દુ:ખ નથી, એવું એક પણ સુખ નથી, એવા એક પણ પર્યાય નથી કે જ્યાં નિર'તર ગમનાગમન કરી આ જીવ ખંડિત ન થયેા હાય, '
:
આ વિચિત્ર સ’સારમાં દેવ આક્રંદ કરતા નીચે પડે છે ને શ્વાન સ્વગે ચડે છે! શ્રોત્રિય બ્રાહ્મણ કૂતરા બને છે, વા કૃમિ કે શ્વપાક ચાંડાલ ઇંદ્ર બને છે! રાજા ક્રી થાય છે ને કીડા ઇંદ્ર બને છે! આમ કથી બલાત્કારે પ્રાણીના પરાવર્તન થાય છે ! અરે ! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને પુત્રી બને છે! વ્હેન હાય તે સ્ત્રી થાય છે ! તે સ્રી વળી પુત્રી તરીકે અવતરે છે! પિતા હાય તે પુત્રરૂપે જન્મે છે !
પુત્ર વળી મરીને પોત્ર પણ મને છે!' આમ આ સંસાર ખરેખર ! સાવ અસાર છે. આવા અનિત્ય, અશરણુ, દુ:ખમય, વિચિત્ર ને વિષમ સંસારને ધિક્કાર હા! ધિક્કાર હા !
ઇત્યાદિ પ્રકારે આ વિવેકી વૈરાગ્યવત પુરુષ ભાવે છે. એટલે તેને સમસ્ત સંસાર સબ'ધ ખારા લાગે એમાં શુ નવાઇ? અને તેથી ઉભગીને, વિરક્ત થઇ, આ સંસારસમુદ્રના ખારા પાણીના ત્યાગ કરવાને પ્રવર્તે એમાં શુ' આશ્ચય ?
વળો જે અતત્ત્વશ્રવણ છે તે પણ ખારા આ જીવે અતત્ત્વશ્રવણુરૂપ ખારૂ પાણી પીધા કર્યું
પાણી સમાન છે. અનાદિ કાળથી છે, તેથી જ તેના અંતમાં સધ્યેાગનું શ્રીજ રેાપાયું નથી, કારણ કે મિથ્યાવાસનાથી વાસિત એવુ' અતત્ત્વ અતત્ત્વશ્રવણ- જ્યાંસુધી જીવ સાંભળ્યા કરે, ત્યાંસુધી જીવને સત્સ ંસ્કાર ઊગે જ કેમ ? ખારૂ જલ આ જીવે શ્રવણ કરવામાં તેા કાંઇ બાકી રાખ્યુ` નથી, પણુ તે તે તેણે * " चतुर्गतिमहावर्त्ते दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजस्त्रं वराका जन्मसागरे ॥ arodara गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यन्त्रवाहकः ॥ सर्वैः सर्वेऽपि सम्बन्धाः संप्राप्ता देहधारिभिः । अनादिकाल संभ्रान्तैस्त्र सस्थावरयोनिषु ॥ भूपः कृमिर्भवत्यत्र कृमिश्चामरनायकः । शरीरी परिवर्तेत कर्मणा वञ्चितो बलात् ॥ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदं ॥ " --શ્રી જ્ઞાનાણું વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org