________________
(૨૨)
ગદરિપુશ્ચય કે દ્વેષ ધરતો નથી. (૨) અને તારા દષ્ટિમાં ધારણ કરેલ શૌચાદિ પાંચ નિયમ તે બરાબર પાળે છે, ઉદ્વેગને ત્યાગ કરે છે, ને જિજ્ઞાસા વધારે પ્રદીપ્ત કરે છે. ગણ્યા પ્રત્યેની તેની પ્રીતિ વધતી જાય છે, શુદ્ધ યોગીઓ પ્રત્યેના બહુમાન–સેવા આદિ વધારે સક્રિય બનતા જાય છે. તે ઉચિત આચરે છે ને અનુચિત આચરતો નથી. અધિક ગુણ વંત પ્રત્યે તે જિજ્ઞાસા રાખી, પોતાની ગુણહીનતાથી ત્રાસ પામે છે. તે સંસારથી અત્યંત વૈરાગ્ય ધરી, તેથી છૂટવાની તીવ્ર ઈચ્છા કરે છે. શિષ્ટજનેને પ્રમાણ ગણું તે પિતાનું ડહાપણ ડહાળતો નથી. આમ આ ગી પુરુષ આગળની જુની મૂડી સાચવી રાખે છે, ને તેમાં પણ આ દષ્ટિમાં નવી મૂડી ઉમેરે છે. એટલે આ બલા દ્રષ્ટિમાં તેને બાધ વધારે બળવાન બનવાથી, તે તે ધર્મક્રિયામાં તેનું મન વધારે સાવધાનપણે વર્તે છે, એમ જે કહ્યું હતું તે બરાબર છે. આસન કહ્યું. આની જ શુશ્રુષા કહે છે–
कान्तकान्तासमेतस्य दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ॥५२॥ રમણ યુક્ત યુવાનને, સાંભળવા સુર ગાન;
જ્યમ ઈચ્છા ત્યમ હેય તે, તત્ત્વવિષય આ સ્થાન ધર, અર્થ –રમણીય રમણથી યુક્ત એવા તરુણને જેવી દિવ્ય સંગીત સાંભળવાની ઈચ્છા-સુશ્રુષા થાય, તેવી આ દષ્ટિમાં તત્ત્વ સંબંધી શુશ્રુષા હેય.
વિવેચન તરુણ સુખી સ્ત્રી પરિવર્યો, જિમ ચાહે સુરગીત) ત્યમ સાંભળવા તત્વને, એહ દષ્ટિ સુવિનીત રેજિના ” ગ સજઝાય રૂ-૨
અહીં શુશ્રષા એટલે સાંભળવાની ઈચ્છા કેવી ઉત્કટ હેવી જોઈએ, તે બતાવવા માટે દષ્ટાંત આપ્યું છે –કેઈ એક તરુણ-ભર યુવાનીમાં આવેલું સુંદર યુવાન પુરુષ છે. તે શરીરે નીરોગી, હૃષ્ટપુષ્ટ, ને સંપૂર્ણ ઇંદ્રિયસંપન્ન છે. મહાવરૂપવાન સુંદર લાવણ્યમયી રમણ તેની બાજુમાં છે. ધન-વૈભવ આદિની તેને કઈ કમી નથી. પંચ વિષયના ઉપભેગની સમસ્ત સામગ્રી તેની સેવામાં સદા હાજર છે. આમ સર્વ પ્રકારે સુખી એવો તે
વૃત્તિ-વાતજાતામત સ્થ–કાંત કાંતાથી યુક્ત, કમનીય-સુંદર પ્રિયતમાથી યુક્ત એવાને, વિધેયકૃતૌ શા-જેમ દિગ્ય ગીતના શ્રવણ પ્રત્યે, જેમ કિન્નર વગેરેના ગીતના શ્રવણ પ્રત્યે
યુવાનને, વયસ્થને, મવતિય છે, શુશ્રુષા-સુશ્રુષા, શ્રવણ કરવાની ઇચ્છા,-તે સંગીત સંબંધી જ; તથા ચાં-તેમ આ દષ્ટિમાં વ્યવસ્થિત હેનારને, તરાપોવા-તત્વગોચર, તરવવિષયી જ, તત્ત્વસંબંધી જ શમૂષા-સાંભળવાની ઇચ્છા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org