________________
(૨૨૮)
ગદષ્ટિસમુચ્ચય અર્થ –આ દષ્ટિને વિષે, શુભ યોગના સમારંભમાં કદી પણ ક્ષેપ હેત નથી; અને તેના વિષયનું ઉપાય-કોશલ પણ સુંદર હોય છે.
વિવેચન અહીં અક્ષેપ ગુણનું સ્પષ્ટીકરણ કર્યું છે. આગલી દષ્ટિમાં ઉગ દોષને ત્યાગ કર્યો, એટલે તે પછી અનુક્રમે ક્ષેપ દોષ પણ જાય છે. એથી કરીને આ દષ્ટિમાં વર્તત
યોગી પુરુષ જ્યારે ધ્યાન વગેરે શુભ યોગનો સમારંભ કરે છે, ત્યારે ગમાં તેમાં કદી કોઈ પણ વિક્ષેપ આવી પડતો નથી, કેઈ પણ આડખીલી અવિક્ષેપ કે અંતરાય નડતો નથી, અહીં તહીં ઝાંવાં નાંખી ચિત્ત ડામાડોળ થતું
નથી, સંક્ષુબ્ધ થતું નથી. એટલે તે ધ્યાન કરતો હોય, તે એકાગ્ર ચિત્ત શુદ્ધ ભાવે કરે છે, પરીષહ-ઉપસર્ગથી ભ પામતે નથીપ્રભુભક્તિ કરતા હોય તે શુદ્ધ પ્રણિધાનથી તન્મયભાવે કરે છે,–અહીંતહીં ચિત્તવિક્ષેપથી ડામાડોળ થતો નથી, સામાયિક-સ્વાધ્યાય કરતો હોય તે સમતાભાવે અત્યંત સ્વસ્થતાથી કરે છે,તેમાં આકાશ પાતાલના ઘાટ ઘડતે નથી; પ્રતિક્રમણ આદિ સતક્રિયા કરતો હોય, તે ઉપગપૂર્વક નિજ દેષ-દર્શનના સાચા પશ્ચાત્તાપ ભાવથી કરે છે, પણ મનને બીજે ભમવા દેતો નથી; બીજે કંઈ પણ મોક્ષસાધક યોગ સાધતે હોય, કે બીજું કઈ પણ શુદ્ધ તપશ્ચયોદિક ધર્મકૃત્ય કરતે હેય, તે આત્મજાગૃતિપૂર્વક નિર્મલ ભાવે કરે છે, પણ આ લેક-પરલકની ફલાકાંક્ષાથી વિક્ષેપ પામતે નથી.
તેમજ તે તે ધ્યાન આદિ શુભ યોગ સંબંધી ઉપાયમાં પણ આ મુમુક્ષુ પુરુષ કોશલ-કુશલતા ધરાવે છે, કલાકારના જેવી નિપુણતા દાખવે છે. તે તે યોગ કેમ ઉત્તમ
રીતે સાધી શકાય, તેનું તેને નિપુણ જ્ઞાન હોય છે. અને આમ ઉપાયઉપાય કૌશલ પટુ હેવાથી તે તે યોગને તે સુંદર રીતે સાધી શકે છે. કારણ કે
જે શસ્ત્રવ્યાપારમાં નિષ્ણાત હોય, તે અટાપટાના ખેલ ખેલવામાં પટુ હોય; તેમ જેને તે ધ્યાન આદિની વિધિનું બરાબર જાણપણું હોય, તે તે ધ્યાનાદિની સાધનામાં કુશલ હોય છે. વ્યાયામમાં જે સારી પેઠે કસાયેલો હોય, તે જેમ કુસ્તી વગેરે પ્રગમાં હોશીયાર હોય છે, તેમ તે તે ધ્યાનાદિને ઉપાય જે બરાબર જાણતા હોય, તે ધ્યાનાદિ સિદ્ધ કરવામાં નિપુણ હોય છે. દાખલા તરીકે-ધ્યાન કરવું હોય તે તેને મેગ્ય દેશ આદિ જાણવા જોઈએ, આસનાદિ વિધિ જાણવી જોઈએ. તે જાણેલ હોય, તે જ તેના ઉપાયમાં બરાબર પ્રવર્તી શકાય. કુશલ કારીગર પોતાની કામગીરી બરાબર બજાવી શકે છે, પણ અણઘડ તેમ કરી શકતો નથી, તેમ ઉપાય ટુ પુરુષ ધ્યાનાદિ કુશલપણે કરી શકે છે, અપટુ તેમ કરી શક્તા નથી. ગીતામાં કહ્યું છે કે-“યોગ કર્મg સૌરાસ્ત્રમ્ !”
હવે જિનવચન પ્રસંગથી, જાણ સાધક નીતિનાથ રે; સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિનાથ રે.”—શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org